રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરાજીના લોનઈચ્છુક યુવાન સાથે મોબાઈલમાં આવેલ મેસેજના આધારે રૂા.9900નું સાયબર ફ્રોડ

ધોરાજીના લોનઈચ્છુક યુવાન સાથે મોબાઈલમાં આવેલ મેસેજના આધારે રૂા.9900નું સાયબર ફ્રોડ

(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજીમાં મોબાઈલમાં આવેલ મેસેજના આધારે લોન લેવાં જતાં યુવક ફસાયો હતો અને અજાણ્યાં મોબાઈલ નંબરના ધારકે રૂ.9900 નું સાયબર ફ્રોડ આચરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ધોરાજીમાં બહારપુરામાં રોનક સ્કુલ પાસે રહેતાં જુસબભાઈ ભીખાભાઇ સેલોત (ઉ.વ.32) એ બે અજાણ્યાં મોબાઈલ નંબરના ધારક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે છુટક મજુરીકામ કરે છે. ગઇ તા.10 ના તે ઘરે હતો ત્યારે સવારના સમયે તેમના મોબાઈલમાં ટેક્સ મેસેજ આવેલ જેમાં પીએમ મુદ્રા લોન, હર પ્રકારકા લોન 2% વ્યાજ 50% છુટ 93112 45757 પર કોલ તેવું લખેલ હોય, અને તેમને રીક્ષા લેવા માટે લોનની જરુરીયાત હોય જેથી મેસેજમા આવેલ મોબાઇલ નંબર પર ફોન કરતા એક છોકરીએ ફોન ઉપાડેલ અને લોન બાબતે પુછતા જણાવેલ કે 2% વ્યાજે 50% ડીસ્કાઉન્ટ વાળી લોન આપીએ છીએ, તેમ કહીં વિશ્વાસમા લઇ કહેલ કે, તમે હું કહું એટલા ડોકયુમેન્ટ વોટસએપ કરી આપો જણાવતા તેઓએ ડોકયુમેન્ટ વોટસએપથી મોકલી આપેલ હતાં.

આ પણ વાંચો: દેશની બેંકોમાં પૈસા 2.86 લાખ કરોડથી ઘટીને 0.95 લાખ કરોડ બચ્યા છે વાંચો કારણ ફટાફટ

દરમિયાન બે-ત્રણ દિવસ બાદ ફરીવાર મોબાઇલ નંબર 95406 64753 પરથી મેસેજ આવેલ કે, લોનની ફાઇલ તૈયાર છે, તમારે રૂ.2250 ફાઇલ રજીસ્ટર્ડના આપવા પડશે મોકલેલ ગુગલ-પે ક્યુઆર કોડ પર રૂપિયા મોકલી આપો જેથી તેઓએ રુપીયા મોકલેલ હતાં. બાદ તેમના ખાતામા લોનના રૂપિયા જમા નહી થતા ફોન કરતા ફોન ઉપાડેલ નહી જેથી વોટસએપ કોલ કરતા સામેથી વાત કરતી અજાણી છોકરીએ જણાવેલ કે, હમણા રજા જેવુ છે, થોડા દિવસમા લોન થઇ જશે, બાદ એક દિવસ બાદ ફોન કરતા અજાણી છોકરીએ જણાવેલ કે, લોન ચાર્જના રૂ.7670 આપવા પડશે જેથી ફરીવાર તા.14 ના મોકલી આપેલ ત્યારબાદ પણ લોનના રુપીયા જમા નહી થતા, તેમને અવાર નવાર ફોન અને મેસેજો કરતા તે લોન મંજુર કરાવવા માટે રુપીયાની માંગણી થતી હોય જેથી ઓનલાઇન ફોડ થયેલનું જણાતા ફરીયાદ નોંધાવી હતી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર