મંગળવાર, ડિસેમ્બર 3, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છહળવદનાં માનસર ગામે પ્રેમ સંબંધની જાણ થઇ જતાં પિતરાઇ ભાઇ-બહેનનો આપઘાત

હળવદનાં માનસર ગામે પ્રેમ સંબંધની જાણ થઇ જતાં પિતરાઇ ભાઇ-બહેનનો આપઘાત

સંજય તળવી અને આરતી તળવીએ ગળેફાંસો ખાઇ લેતાં મોત નીપજ્યા

(આઝાદ સંદેશ),રાજકોટ: હળવદ તાલુકાના માનસર ગામની સીમમાં વાડી ખેડીને ગુજરાન ચલાવતા કૌટુંબિક ભાઇ-બહેને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ચકચાર ફેલાઇ ગઇ હતી. કાકા-બાપાના દીકરા અને દીકરી વચ્ચે પ્રેમસંબંધ થઇ ગયો હતો. જેની પરિવારને જાણ થતા બંન્નેએ વીજ થાંભલે ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે બંન્નેના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામની સીમમાં હસુભાઇ ગોહીલની વાડીમાં રહેતા અને મુળ વતન છોટાઉદેપુર જિલ્લાના નવલસિંહ સોમાભાઇ તડવી, કનુભાઇ સોમાભાઇ તડવી બંન્ને ભાઇઓ એક જ વાડીમાં પરિવાર સાથે મજૂરી કામ કરતા હતા. છેલ્લા એકાદ વર્ષથી ખેત મજૂરી કરતા હતા. કનુભાઇ તડવીનો 23 વર્ષનો પુત્ર સંજયભાઇ તડવી અને નવલસિંહ તડવીની 20 વર્ષની પુત્રી આરતી તડવી બંન્ને ખેત મજૂરી કામ કરતા હતા. છેલ્લા એક વર્ષથી બંન્નેને પ્રેમસંબંધ થઇ જતા બંન્ને ગત તા.8-10ના રોજ ઘરે જતા રહ્યા હતા. ત્યારે બંન્નેના પરિવારજનોએ સગા-વ્હાલમાં ટેલીફોન કરી તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે ગુરૂવારે બપોરે માનસર ગામમાં સુરેશભાઇની વાડીના વોકળાની બાજુમાં વીજ કંપનીના 220 કેવી પોલ પાસે બંન્ને લટકતી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા વાત વાયુવેગે ફેલાતા આજુબાજુના મજૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડીને બંન્ને મૃતકની લાશ નીચે ઉતારીને હળવદની સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોપ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર