શનિવાર, મે 9, 2026

ઈ-પેપર

શનિવાર, મે 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છબંગાળની લોકપ્રિય ‘ઝાલમુરી’ હવે ગુજરાતના સ્વાદમાં, વિરાણી ગ્રુપે લોન્ચ કરી નવી પ્રોડક્ટ

બંગાળની લોકપ્રિય ‘ઝાલમુરી’ હવે ગુજરાતના સ્વાદમાં, વિરાણી ગ્રુપે લોન્ચ કરી નવી પ્રોડક્ટ

બંગાળની લોકપ્રિય ‘ઝાલમુરી’ હવે ગુજરાતના સ્વાદમાં, વિરાણી ગ્રુપે લોન્ચ કરી નવી પ્રોડક્ટ
પ્રધાનમંત્રીના એક વીડિયોથી શરૂ થયો વિચાર, હવે બજારમાં ઉતરી ‘ઝાલમુરી’
ગુજરાતી ઉદ્યોગસાહસિકોની વ્યવસાયિક સમજ અને સમયને પારખવાની કુશળતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. બંગાળની પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ ‘ઝાલમુરી’ હવે પેકેટમાં ઉપલબ્ધ બનતા ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરાણી ગ્રુપ દ્વારા લોન્ચ કરાયેલી આ નવી પ્રોડક્ટ પાછળનો રસપ્રદ વિચાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ શેર કર્યો છે.
ચંદુભાઈ વિરાણીના જણાવ્યા અનુસાર, “ગુજરાતીઓ સમય પારખીને ‘મૌકે પે ચોકા’ મારવા માટે જાણીતા છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળ પ્રવાસ દરમિયાન ‘ઝાલમુરી’ ખાતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આ વાનગી સોશિયલ મીડિયા અને દેશભરમાં ભારે ચર્ચામાં આવી ગઈ. લોકોમાં તેની ઉત્સુકતા વધી અને અમને લાગ્યું કે આ યોગ્ય તક છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે બજારમાં લોકો ઝડપથી ખાઈ શકે તેવી ટેસ્ટી અને સસ્તી પ્રોડક્ટની માંગ સતત વધી રહી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીએ ખૂબ ઓછા સમયમાં ‘ઝાલમુરી’ને પેકેટ સ્વરૂપે તૈયાર કરી બજારમાં ઉતારી છે. ખાસ વાત એ છે કે આ પ્રોડક્ટ ₹5 અને ₹10 જેવી સામાન્ય કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી દરેક વર્ગના લોકો સુધી તે સરળતાથી પહોંચી શકે.
યુવાનો અને બાળકોને ટાર્ગેટ કરતી પ્રોડક્ટ
કંપનીનો દાવો છે કે ‘ઝાલમુરી’નો ટેસ્ટ પરંપરાગત બંગાળી ફ્લેવર સાથે ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને યુવાનો, બાળકો અને ટ્રાવેલિંગ દરમિયાન હલકી ભૂખ માટે આ પ્રોડક્ટને અનુકૂળ ગણાવવામાં આવી રહી છે.
માર્કેટિંગ નિષ્ણાતોના મતે આજના સમયમાં સોશિયલ મીડિયા અને ટ્રેન્ડિંગ વિષયો પરથી પ્રોડક્ટ લોન્ચ કરવી એ સફળ વ્યૂહરચના બની રહી છે. પ્રધાનમંત્રી સાથે જોડાયેલી ચર્ચાએ ‘ઝાલમુરી’ને દેશવ્યાપી ઓળખ આપી અને કંપનીએ આ જ ચર્ચાને વ્યાપારિક તકમાં ફેરવી દીધી.
ઓછા સમયમાં તૈયાર થયું પ્રોડક્ટ મોડલ
વિરાણી ગ્રુપે પ્રોડક્ટના પેકેજિંગથી લઈને ડિસ્ટ્રિબ્યુશન સુધીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. કંપનીનું માનવું છે કે લોકો હવે માત્ર ટેસ્ટ નહીં પરંતુ સસ્તું, સરળ અને ઝડપથી ઉપલબ્ધ નાસ્તો પસંદ કરી રહ્યા છે.
આ નવી લોન્ચ બાદ બજારમાં ‘ઝાલમુરી’ને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ શરૂઆતથી જ આ પ્રોડક્ટ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર