યુએસ ફેડે વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. ટ્રમ્પ ફુગાવા પર ટેરિફની અસર સમજે તે પહેલાં જેરોમ પોવેલ દર ઘટાડવાના મૂડમાં નથી. જોકે, તેમણે આ વર્ષે વ્યાજ દરમાં બે ઘટાડાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પ FED ચેરમેન પર દર નહીં ઘટાડવા બદલ ગુસ્સે છે. યુએસમાં દરમાં કોઈ ઘટાડો ન થવાને કારણે અને ઈરાન-ઈઝરાયલ તણાવ વધવાને કારણે, વૈશ્વિક બજારોમાંથી ખરાબ સંકેતો આવી રહ્યા છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બપોર સુધી ધીમું મતદાન રહેવા પામ્યું છે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં આ બેઠક પર 47 % મતદાન થયું છે. જો કે બપોરે એક વાગ્યા સુધી 39 % મતદાન નોંધાયા બાદ ત્રણ વાગ્યા સુધીમાં 8 % ટકા મતદાન થયું છે. બપોરે એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી મતદાન મથક રહ્યા લગભગ ખાલી રહેવા પામ્યા હતા. સવારે બાર વાગ્યા સુધી મતદાનમાં ગતિ રહ્યા બાદ બપોરે સૂમસામ થયા મતદાન મથકો. ચાર વાગ્યા પછી મતદાન મથકોમાં ફરી ભીડ જોવા મળે તેવી સંભાવના છે.