શનિવાર, ઓક્ટોબર 25, 2025

ઈ-પેપર

શનિવાર, ઓક્ટોબર 25, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમહેસાણાના બહુચરાજી તાલુકામાં વરસ્યો વરસાદ, જગતનો તાત ચિંતામાં

મહેસાણાના બહુચરાજી તાલુકામાં વરસ્યો વરસાદ, જગતનો તાત ચિંતામાં

જેતપુરમાં દીપાવલી નિમિત્તે યોજાયેલા ફનફેર મેળાની રાઈડ્સ તુટી પડતા દંપતી ઈજાગ્રસ્ત

જેતપુરમાં દીપાવલી નિમિત્તે યોજાયેલા ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે જણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા છે. રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં દુર્ઘટના બની હતી. બ્રેક ડાન્સ નામની રાઈડ્સ ચાલુ હતી તે સમયે એકાએક તૂટી પડી હતી. બ્રેક ડાન્સ નામની રાઈડ્સમાં સવાર દંપતીને પહોંચી ગંભીર ઇજા. ધવલ મંડલી અને ગાયત્રી મંડલી ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. ફનફેર મેળાના આયોજકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાઈડ્સ સંચાલકોની ગંભીર બેદરકારી આવી સામે. જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથધરી છે.

મહેસાણાના ઊંઝામાં વરસ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

મહેસાણા જિલ્લાના ઊંઝાના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ વરસ્યો છે. સવારમાં સમયે વાતાવરણ પલટા બાદ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઊઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઊઝા શહેરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઊંઝામાં સવારે વરસેલા વરસાદને પગલે, નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર