રવિવાર, જુલાઇ 6, 2025

ઈ-પેપર

રવિવાર, જુલાઇ 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુરમાં પરિણિતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મોકલનાર યુવકને વાત કરવા બોલાવી ઢોર માર માર્યો

જેતપુરમાં પરિણિતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મોકલનાર યુવકને વાત કરવા બોલાવી ઢોર માર માર્યો

સરદાર ચોક પાસે બોલેલી બઘડાટી અંગે અંકિત રાદડીયા (ઉ.વ.30) એ નવાગઢ અને રાજકોટના 4 શખ્સ સામે ફરિયાદનોંધાવી

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુરમાં પરિણિતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા યુવકને વાત કરવા બોલાવી ઢોર માર માર્યો હતો. જેતપુર સરદાર ચોક પાસે તા.23મીએ બોલેલી બઘડાટી અંગે અંકિત રાદડીયાએ નવાગઢ અને રાજકોટના 4 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવકે કહ્યું, કોઈએ મારા નામનું ખોટું આઇડી બનાવી પરિણિતાને મેસેજ કર્યો, છતાં આરોપીઓએ ન માની બેફામ માર્યો હતો.
મળતી માહિતી મુજબ, નવાગઢ-જેતપુરના પટેલ ચોક રામજી મંદીર પાસે રહેતા અંકિત જીતેન્દ્રભાઈ રાદડીયા (ઉં.વ.30) એ જેતપુર પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું નવાગઢ ઇલાહી ચોક ખાતે નંદગોપાલ નામનું સાડીનું કારખાનું ચલાવું છું. મારા પિતા જીતેન્દ્રભાઇ (ઉ.વ.55) મારી સાથે વેપાર ધંધો કરે છે. મારો નાનો ભાઈ મિત (ઉ.વ.25)નો પણ મારી સાથે વેપાર ધંધો કરે છે. અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. ગઇ તા.23/2/2025ના સાંજના સાડા અગીયાર વાગ્યે મને મારા મિત્ર રાજ કોરાટના સસરા ભુપતભાઈ ભુવાનો વોટ્સએપ કોલ આવેલ કે, ઇન્સ્ટાગ્રામમાં તારૂ જે આઇ.ડી. છે. તેમાંથી તે હાર્દીકભાઇ ગોંડલીયાની પત્નીને મેસેજ કરેલ છે. જેથી તેને તારી સાથે પાંચ મીનીટ વાત કરવી છે. તને મળવું છે. જે મુજબની વાત કરતા મે કહેલ કે, હું થોડીવારમાં જેતપુર સરદાર ચોક ગીતા બેટરી પાસે આવું છું. સવા બારેક વાગ્યે હું તથા કુતિકા રજનીભાઈ કોટડીયા તથા સારાંશ સુરેશભાઈ શુકલા એમ ત્રણેય જણા પધારો હોટલ તત્કાલ ચોક પાસે નાસ્તો કરી, જેતપુર સરદાર ચોક પાસે ગીતા બેટરીએ ગયેલ અને થોડીવારમાં આ ભુપતભાઈ તથા તેની સાથે આવેલ હાર્દિક ભરતભાઈ ગોંડલીયા તથા આશીષ ભરતભાઈ ગોંડલીયા, દીવ્યાંગ કીશોરભાઈ ગોંડલીયા હાજર હતા. જ્યાં ભુપતભાઈએ વાત કરેલ કે, હાર્દીકની પત્નીને અંકીતના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પરથી મેસેજ થયેલ છે. જેથી મેં કહેલ કે, આવો કોઇ મેં મેસેજ કરેલ નથી. તેમ છતા તમારે મારો મોબાઇલ ફોન જોવો હોય તો જોય લો. જેથી તેમની સાથેના દિવ્યાંગએ મારો મોબાઇલ ફોન જોયો. મારા મોબાઇલમાં રહેલ ઇન્સ્ટાગ્રામ એપ જોયેલ પરંતુ આ ઇન્સ્ટાગ્રામમા કોઇ મેસેજ મળેલ નહતો. જેથી આ બધા લોકો ઉશ્કેરાઈ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ હતા. ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતા. મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તારા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.માં મેસેજ નથી તારું બીજુ આઈ.ડી. આપ. તેમ કહી મને મારવા લાગેલ જેથી મારી સાથે રહેલ કુતિક તથા સારાંશ વચ્ચે પડતા તેને આ લોકો કહેવા લાગેલ કે જો તમે આ મેટરમાં નથી. જો વચ્ચે પડશો તો તમે પણ માર ખાશો. જેથી આ લોકોના વધુ માર માથી બચી ગયેલ. બાદ આ લોકોના કહ્યા મુજબ મારી મરજીથી મારા મિત્ર સારાંશની ગાડીમા હું તથા સારાંશ તથા હાર્દીક તથા દિવ્યાંગ સાથે જેતલસર જતા હાઇવે પર આવેલ ગલગલીયા હોટલ ખાતે ગયેલ જ્યા પણ આ લોકોને મને જેમ ફાવે તેમ ગાળો આપેલ. મેં કહ્યું કોઇએ મારૂ ખોટુ આઈ.ડી. બનાવી. મેસેજ કરેલ છે. તેમ છતા આ લોકોએ મને કહેલ કે તારે જ આ આઈ.ડી. શોધવાનુ છે. નહીતર અમે તને દરરોજ મારવા માટે આવીશું. તેમ કહી આ લોકો જતા રહેલ. આજ દિન સુધી હું તેની બીકને લીધે પોલીસ સ્ટેશને આવેલ ન હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર