જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનનો વડા મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. તેણે ભારતમાં સંસદ હુમલો, 26/11 મુંબઈ હુમલો, પુલવામા હુમલો જેવા ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો હતો. મસૂદ અઝહર અંગે બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાનને ખબર નથી કે અઝહર ક્યાં છે? તે અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે.
પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ અંગે પાકિસ્તાની રાજકારણી બિલાવલ ભુટ્ટોએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને ખબર નથી કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહર ક્યાં છે. જોકે, તેમણે કહ્યું છે કે અઝહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે.