સુરતના સચિન વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં લાગી આગ. સુરત ફાયર વિભાગ અને નોટીફાઇડ એરિયાના ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોચ્યાં. સુરતથી ભેસ્તાન અને માન દરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણા કરતા વધુ ફાયર લશ્કરોની મદદ લેવાઈ છે. આગ હજી પણ બેકાબૂ, ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયરવિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.
દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.નું નિવેદન
દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન આપ્યું છે કે કંપની સરકારના નિર્દેશ મુજબ સક્રિય પગલાં લઈ રહી છે. જામનગર રિફાઇનરીમાં LPGનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ટીમો ચોવીસ કલાક સતત કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે એલપિજિનું ઉત્પાદન વધારી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કેજી-ડી6 બેસિનથી કુદરતી ગેસ સરકારી માર્ગદર્શન અનુસાર વાળવામાં આવશે અને સરકાર સાથે મળીને ઊર્જા પુરવઠો એવા સમુદાયો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે જ્યાં તેને સૌથી વધુ જરૂર છે.
આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ
રાજ્યમાં અત્યંત ભયાનક ગરમીના રાઉન્ડ માટે લોકો તૈયાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ ઝરતી ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાત જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર થયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીનો ખતરનાક રાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકોને તાપથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


