શુક્રવાર, જુલાઇ 4, 2025

ઈ-પેપર

શુક્રવાર, જુલાઇ 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતજુનાગઢસૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડબાય પર તૈનાત

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડબાય પર તૈનાત

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. અનેક વિસ્તારોમાં લોકોને અસર પહોંચી છે અને તેઓ પાણીમાં ફસાઈ ગયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.આ સંજોગોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા ઝડપભેર કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાથી NDRFની ત્રણ ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.

એક ટીમ કચ્છમાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જયારે બાકી બે ટીમો રાજકોટમાં તૈનાત છે. રાજકોટથી એક ટીમને ભાવનગર અને બીજી ટીમને બોટાદ મોકલવામાં આવી છે.ટીમો સ્થાનિક પ્રશાસન અને કલેક્ટર સાથે સંપર્કમાં રહીને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનો શરૂ થઈ ગયા છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે તમામ શક્ય પ્રયાસો ચાલી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર