બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયયમનમાં સાઉદી ગઠબંધને ૯૫૦ હૂથી બળવાખોરોને ઠાર માર્યા, ૩૮૦ સૈન્ય વાહનો ખાખ

યમનમાં સાઉદી ગઠબંધને ૯૫૦ હૂથી બળવાખોરોને ઠાર માર્યા, ૩૮૦ સૈન્ય વાહનો ખાખ

હુથી બળવાખોરોનો સફાયો કરવા ઓપરેશન ડોન ઓફ યમન હેઠળ ખાસ અભિયાન સફળ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : યમનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો છે. ઓપરેશન ડોન ઓફ યમન હેઠળ ચલાવવામાં આવેલા અભિયાનોમાં લગભગ ૯૫૦ હૂતી લડવૈયાઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બળવાખોરોના ૩૮૦ જેટલા સૈન્ય વાહનોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

યમન સશસ્ત્ર દળોના પ્રવક્તા કર્નલ માજિદ અલ-નાઝિલીના જણાવ્યા અનુસાર, ગઠબંધન સેના દ્વારા કુલ ૧,૮૭૯ જેટલા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ અભિયાનોમાં ફાઈટર જેટ્સ, ડ્રોન, આર્ટિલરી, રોકેટ લોન્ચર અને સ્નાઈપર યુનિટ્સનો ઉપયોગ કરીને હૂતી બળવાખોરોના સૈન્ય મથકોને સીધું નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં હૂતીઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, હથિયારો અને દારૂગોળાના ડેપો, લોજિસ્ટિક સપ્લાય નેટવર્ક અને ગુપ્તચર સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સાઉદી ગઠબંધને એમ પણ જણાવ્યું છે કે યમનની રાજધાની સનામાં આગામી સમયમાં પણ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.

સાઉદી અરેબિયાના હુમલાઓ વચ્ચે હૂથી જૂથે પણ વળતી કાર્યવાહીની ધમકી આપી છે. હૂથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ સોમવારે દાવો કર્યો હતો કે તેમણે સાઉદીની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો છે અને નિશાન સચોટ રીતે ભેદ્યું છે. બીજી તરફ, સાઉદી ગઠબંધને મંગળવારે રિયાધની ઉત્તરે ત્રણ હૂતી ડ્રોનને તોડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી હતી.આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઈરાને બન્ને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવા વાતચીત શરૂ કરાવવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. અગાઉ રવિવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચીએ સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન સાથે ફોન પર પણ આ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી. 

સંબંધિત સમાચાર

તાજા સમાચાર