બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયરાજપાલ યાદવને 13 ઓક્ટોબર સુધીમાં રૂ.2 કરોડ ચૂકવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

રાજપાલ યાદવને 13 ઓક્ટોબર સુધીમાં રૂ.2 કરોડ ચૂકવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સુનવણી દરમિયાન જજે કહ્યું તમારી ફિલ્મની જેમ તમારા પૈસા પણ અતા પતા લાપતા થયા

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં 13 ઓક્ટોબર સુધીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં હાજર રહેલા રાજપાલ યાદવે 1.15 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જ્યારે બાકીના 85 લાખ રૂપિયા તેમની પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિ દ્વારા 13 ઓક્ટોબર સુધીમાં ચૂકવવામાં આવશે તેવો જવાબ રજૂ કરતા સુપ્રીમકોર્ટે કોમિડિયનને તેમના જ ડાયલોગ મુજબ નાણાં ચૂકવી દેવા આદેશ આપ્યો હતો.

ચેક બાઉન્સના કિસ્સામાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજપાલ યાદવની ફિલ્મ ‘અતા પતા લાપતા’ ના નામ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમારી ફિલ્મની જેમ તમારા પૈસા પણ અતા પતા લાપતા થયા છે. સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ચૂકવણી નહીં થાય તો તેમની સજામાં વધારો થઈ શકે છે. રાજપાલ યાદવે કોર્ટમાં પોતાની આર્થિક મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું કે આ ફિલ્મને કારણે તેમને 200 થી 250 કરોડ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.આ સમગ્ર કેસ 2010માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે રાજપાલ યાદવને આપવામાં આવેલી 5 કરોડ રૂપિયાની લોન સાથે સંબંધિત છે. આ લોન ચૂકવવા માટે યાદવે આપેલા 1.05 કરોડ રૂપિયાના 7 ચેક બાઉન્સ થયા હતા. સુનાવણીના અંતે કોર્ટે હળવાશમાં તેમને સારી ફિલ્મો બનાવીને લોકોનું મનોરંજન કરવાની સલાહ આપી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર