બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઇસ્લામ સતા હડપ કરવા માંગે છે : ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો માટે ડોનાલ્ડ...

ઇસ્લામ સતા હડપ કરવા માંગે છે : ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો માટે ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદિત ટિપ્પણી

ઝેન ઝી આંદોલન શાળાઓની સમસ્યા માટે નહીં પરંતુ સતા માટે કરાતું હોવાનો આરોપ : પ્રવાસીઓને જવાબદાર ઠેરવ્યા

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : યુરોપિયન દેશ ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક વળાંક લીધો છે. આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિવાદાસ્પદ પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ફ્રાન્સમાં થઈ રહેલું આ રાષ્ટ્રવ્યાપી આંદોલન શાળાઓની સમસ્યાઓને લઈને નથી, પરંતુ મોટા પાયે થઈ રહેલા અનિયંત્રિત સ્થળાંતર અને ઇસ્લામ સાથે જોડાયેલું હોવાનું કહી ઇસ્લામ સતા પડાવી લેવા માંગતું હોવાની વિવાદિત ટિપ્પણી કરી હતી.

મંગળવારે ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ટિપ્પણી કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ફ્રાન્સની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે અનિયંત્રિત પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ ગણાવતા કહ્યું હતું કે આ મામલો શાળાઓ કે શિક્ષણ સાથે જોડાયેલો નથી. તેમના દાવા મુજબ, ઇસ્લામ ફ્રાન્સ પર કબજો જમાવીને સત્તા હસ્તગત કરવા માંગે છે. મહત્વનું છે કે, ફ્રાન્સમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મુખ્યત્વે શાળાઓમાં સંસાધનોનો અભાવ, શિક્ષકોની અછત અને ખરાબ માળખાગત સુવિધાઓનો વિરોધ કરી રહ્યા છે. શાળાઓમાં ભંડોળ વધારવા અને સુવિધાઓ બહેતર બનાવવાની માંગ સાથે મંગળવારે અઢી લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પ્રદર્શનકારીઓની મુખ્ય ફરિયાદોમાં શિક્ષકોની અછત, વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની વધુ પડતી સંખ્યા, જર્જરિત ઇમારતો, ખરાબ જાળવણી અને શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ સામેલ છે. શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલો આ વિરોધ ગત સપ્ટેમ્બર મહિનામાં રાજધાની પેરિસની આસપાસના પ્રમાણમાં ઓછી આવક ધરાવતા વિસ્તારોમાંથી શરૂ થયો હતો. સમય જતાં આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આખા દેશમાં ફેલાઈ ગયું, જેના કારણે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર પર રાજકીય અને સામાજિક દબાણ સતત વધી રહ્યું છે.ફ્રાન્સના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા હતા, પરંતુ સ્ટ્રાસબર્ગ, લિયોન અને રેનેસ જેવા કેટલાક મોટા શહેરોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી. ઉગ્ર બનેલા કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર આગચંપી કરી હતી અને સુરક્ષાકર્મીઓ પર વિવિધ વસ્તુઓ ફેંકીને હુમલો કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર