મોરબીના રંગપરબેલા ગામમાં આવેલી સિરામિક કંપનીનો બનાવ : મૂળ યુપીની વતની શબનમ શાહ (ઉ.વ.20)ને ગંભીર રીતે દાઝેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી
(આઝાદ સંદેશ), રાજકોટ : મોરબીના રંગપરબેલા ગામે આવેલી સિરામિક કંપનીમાં નાની બહેન સાથે વતન જવા બાબતે માથાકૂટ થતાં મોટી બહેને શરીર ઉપર પેટ્રોલ છાંટી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રંગપરબેલા ગામે આવેલી બેલોક્સ નામની સિરામિક કંપનીમાં પોતાના ભાઇ અને બહેન સાથે રહેતી શબનમ સનાર શાહ (ઉ.વ.20) નામની યુવતીએ ગત મોડી રાત્રે કંપનીમાં આવેલી ઓરડીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટી જાત જલાવી લેતાં તેને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે, શબનમના ભાઇ આસિફને જે કંપનીમાં કામ કરતો હોય ત્યાંનો કોન્ટ્રાકટ પુરો થઇ જતા કંપનીના સંચાલકોએ તેને ઓરડી ખાલી કરી દેવાનું કહેતા શબનમને વતનમાં જવા બાબતે તેની બહેન સાથે ઝઘડો થયો હોય જે બાબતનું લાગી આવતા તેણે પગલુ ભર્યુ હતું.