કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓને લઈને કડક સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ગૌ હત્યા જેવા ગંભીર અપરાધને ગુજરાતમાં બર્દાસ્ત કરવામાં નહીં આવે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગૌ હત્યારા ચેતી જજો, સરકાર નક્કર અને કડક સજા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.” તેમણે આ પણ ઉમેર્યું કે ગુજરાત પોલીસે ગૌ હત્યાના કેસોમાં સાતથી દસ વર્ષ સુધીની સજા અપાવવામાં સફળતા મેળવી છે.
આ નિવેદનથી સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ગૌ રક્ષા મુદ્દે શૂન્ય સહનશીલતા અપનાવી રહ્યાં છે.