થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ફરી તણાવ વધ્યો છે. તા મુએન થોમ મંદિર નજીકના વિવાદિત વિસ્તારમાં ગોળીબાર, રોકેટ હુમલા અને હવાઈ હુમલા પણ થયા છે. અત્યાર સુધીમાં 9 લોકો માર્યા ગયા છે અને 40,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. બંને સેનાઓ હાઇ એલર્ટ પર છે.
થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર તણાવ ફરી એકવાર ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. બંને દેશોની સેનાઓ સામ-સામે છે, ગોળીબાર અને રોકેટ હુમલામાં 9 થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. હવે વાયુસેના પણ મેદાનમાં આવી ગઈ છે.
થાઈ આર્મી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એક પ્રાચીન મંદિર, તા મુએન થોમ મંદિર, થાઈલેન્ડના સુરિન પ્રાંત અને કંબોડિયાના ઓડર મીંચે પ્રાંતની સરહદ પર આવેલું છે. આ વિસ્તાર બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદિત છે. મંદિર કોની માલિકીનું છે તે અંગે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે.