શનિવાર, જુલાઇ 26, 2025

ઈ-પેપર

શનિવાર, જુલાઇ 26, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છવાંકાનેર નજીક એકવા ટોપ ફેક્ટરીમાં ભીષણ આગ, મોટું નુકસાન

વાંકાનેર નજીક એકવા ટોપ ફેક્ટરીમાં ભીષણ આગ, મોટું નુકસાન

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વાઘાસિયા ટોલ પ્લાઝા પાસે આવેલી એકવા ટોપ ફેક્ટરીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાના કારણે ફેક્ટરીના શેડમાં મોજૂદ કાચો માલ અને બેકડ માલમાં ભારે નુકસાન થયું છે.આગ લાગતાં તાત્કાલિક મોરબી અને રાજકોટમાંથી ફાયર ફાઇટિંગ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તેની હજી સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. ઘટના સ્થળે પોલીસ અને ફાયર વિભાગની ટીમો હાજર રહી કાર્યવાહી કરી રહી છે. આગના અસલ કારણોની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર