રશિયાના અમુર ક્ષેત્રમાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 49 મુસાફરો સવાર હતા. રશિયન સેનાને કાટમાળ મળ્યો છે, ત્યારબાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વિમાન થોડા કલાકો પહેલા રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનામાં કોઈ મુસાફરના બચવાની શક્યતા નથી.
રશિયા વિમાન દુર્ઘટના: રશિયાના અમુર ક્ષેત્રમાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 49 મુસાફરો સવાર હતા. રશિયન સેનાને કાટમાળ મળ્યો છે, ત્યારબાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વિમાન થોડા કલાકો પહેલા રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનામાં તમામ 49 લોકોના મોતની આશંકા છે.
ઇન્ટરફેક્સ ન્યૂઝ અનુસાર, વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ તે પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયું, ત્યારબાદ પાયલોટે ફરીથી તેને ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન 15 કિમી દૂર ક્રેશ થયું. વિમાનનો કાટમાળ જંગલમાં મળી આવ્યો છે.