ઉના ના દેલવાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હિરેનભાઇ બાંભણીયા દ્રારા માનવ સેવા .નામ નું કાર્યાલય ખુલ્લ મુકાયું આ પ્રસંગે ઉના ના ધારાસભ્ય કેસી રાઠોડ તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તથા હોદેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં .
છેવાડા ના લોકો ની સમસ્યા નો વહેવારુ ઉકેલ આવે અને સરકાર ની વિવિધ યોજના ના લાભ સરળતા થી મળી શકે માટે આજ રોજ દેલવાડા ગામે ઉના તાલુકા ભા. જ.પા. પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા એ “માનવસેવા” કાર્યાલય નો શુભારંભ ઉના વિધાનસભા ના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ના હસ્તે કરવામાં આવ્યો જેમાં ઉના તથા દેલવાડા ગામ ના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્રો દેલવાડા ગામ ના મુસ્લિમ સમાજ ના તમામ આગેવાનો દેલવાડા ચેમ્બર ઑફ કોમર્સ ના પ્રમુખ અને આગેવાનો વિશાલ સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ની શોભા માં અભિવૃદ્ધિ કરી.