રવિવાર, જુલાઇ 6, 2025

ઈ-પેપર

રવિવાર, જુલાઇ 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતજુનાગઢગુજરાતમાં મેઘમહેર: 221 તાલુકાઓમાં વરસાદ, મચ્છુ-3 ડેમનો દરવાજો ખોલાયો

ગુજરાતમાં મેઘમહેર: 221 તાલુકાઓમાં વરસાદ, મચ્છુ-3 ડેમનો દરવાજો ખોલાયો

રાજ્યભરમાં ચોમાસાની સાર્વત્રિક જમાવટ જોવા મળી રહી છે. વિવિધ જિલ્લાના કુલ 221 તાલુકામાં મેઘરાજાએ હાજરી આપી છે. મોરબી જિલ્લાના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધતાં એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 446 ક્યુસેક પાણીની આવક તથા જાવક નોંધાઈ છે. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના કુલ 21 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસતી જોવા મળી છે. ઇશ્વરીયા ગામનો એકમાત્ર કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક વિહોણો બન્યો છે. ઇશ્વરીયાથી લાખણકા જવાની માર્ગ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો.ભાવનગર રોડ પર આવેલી 3થી 4 સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રહેવાસીઓએ ઘરમાં પાણી ઘૂસવાના મામલે ફરિયાદો પણ કરી છે. દર વર્ષે આવું જ દૃશ્ય જોવા મળતાં સ્થાનિકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર