રવિવાર, જૂન 1, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છપીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં 2,55,037 સ્માર્ટ મિટર લગાવાયા : ભાવનગરનું કોબડી ગામમાં સો...

પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં 2,55,037 સ્માર્ટ મિટર લગાવાયા : ભાવનગરનું કોબડી ગામમાં સો ટકા સિધ્ધિ

નવનિયુકત એમ.ડી. કેતન જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ સૌપ્રથમ સ્માર્ટ મિટર અને સોલાર રૂફટોપના પ્રોજેકટને પ્રાધાન્ય આપી ટૂંકા ગાળામાં પ્રસંશનિય કામગીરી કરી

રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ શહેરમાં 68,824 સ્માર્ટ મિટર લાગી ગયા : સૌથી વધારે મહિલા કોલેજ સબડિવિઝનનો સમાવેશ

ગ્રાહકોને સ્માર્ટ મિટરના ફાયદાઓ બાબતે સમજણ આપવામાં આવે છે, આધુનિક ટેકનોલોજી પરિવર્તનમાં ભાગ લેવા એમ.ડી. કેતન જોશીની વીજ ગ્રાહકોને અપીલ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્માર્ટ વીજ મિટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરના મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના 70% વિસ્તારમાં સ્માર્ટ મિટર લાગી ગયા છે. દરમિયાન આ અંગે પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મિટર બાબતે સો ટકા ધરાવતા ગામમાં ભાવનગર જિલ્લાના કોબડી ગામનો સમાવેશ થાય છે. રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મિટર લગાવી જૂના વીજ મિટર કાઢવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટના નવનિયુકત એમ.ડી. કેતન જોશીએ સ્માર્ટ મિટર તેમજ પર્યાવરણ બચાવો અંતર્ગત સોલાર રૂફટોપ કનેકશન વધુમાં વધુ લોકો લગાવે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.
દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 2,55,037 સ્માર્ટ મિટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ શહેરમાં કુલ 68,824 સ્માર્ટ મિટર લાગી ગયા છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર ભાવનગર જિલ્લાનું કોબડી ગામમાં સો ટકા સ્માર્ટ મિટર લગાવી દેવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા વિજળી વિતરણ ક્ષેત્રમાં મુખ્ય પહેલ, રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કિમ (આરડીએસએસ)ના ભાગરૂપે તમામ વિજળી મિટર (કૃષિ જોડાણો સિવાય)ને આઇ.ટી. સક્ષમ સ્માર્ટ મિટરથી બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વિઝનને અનુરૂપ પીજીવીસીએલ મામસા પેટા વિભાગીય કચેરી હેઠળ કોબડી (તા. અને જિ. ભાવનગર) ગામમાં એક કેન્દ્રિત ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગ્રાહકોને સ્માર્ટ મિટરના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યા હતા અને આ આધુનિક ટેકનોલોજી પરિવર્તનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના કોબડી ગામમાં બધી કેટેગરી હવે 100% વીજ ગ્રાહકો સ્માર્ટ મિટરથી સજ્જ છે.

ગામની વિગત : ગામનું નામ કોબડી, તાલુકો અને જિલ્લો ભાવનગર, પેટા વિભાગ કચેરી : મામસા, સર્કલ : પીજીવીસીએલ-ભાવનગર, વસતિ (વસતિ ગણતરી-2011) : 2366, ઘરની સંખ્યા (વસતિ ગણતરી-2011) : 407, સોલાર રૂફટોપ જોડાણો : 38.
સ્માર્ટ મિટર ઇન્સ્ટોલેશન: કેટેગરી મુજબ ગ્રાહકો રહેણાંક-479, વાણિજ્ય-22, ઔદ્યોગિક-7, જીએલપી-4, વોટર વર્કસ-4, સ્ટ્રીટ લાઇટ-3, કુલ-519.
ગ્રાહકો માટે મુખ્ય લાભો

  • રીઅલ ટાઇમ એનર્જી મોનિટરિંગ : ગ્રાહકો તેમના વીજ વપરાશનું નિયંત્રણ અને વિશ્ર્લેષણ ઓનલાઇન કરી શકે છે.
  • સોલાર નેટ મિટરિંગની વિગત : સોલાર રૂફટોપ વપરાશકર્તાઓ માટે રીઅલ ટાઇમ ઇમ્પોર્ટ, એકસપોર્ટનો ડેટા જોઇ શકે છે.
  • મેન્યુઅલ મિટર રીડિંગ નહીં : મિટર રીડિંગ માટે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાતની જરૂરિયાત રહેતી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર