તાજેતરમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘટાડો બહુ લાંબો સમય નહીં ટકે. આગામી સમયમાં સોનાના ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે.
જાન્યુઆરીમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવામાં UBS નું માનવું છે કે, આ ઘટાડો લાંબો સમય નહીં રહે. બેંકના જણાવ્યા અનુસાર, રોકાણકારોની વધતી જતી ખરીદી, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) દ્વારા સતત સોનાની ખરીદી અને વર્ષના અંત સુધીમાં અમેરિકન ડોલર નબળો પડવાને કારણે સોનાના ભાવ ફરી વધી શકે છે.

બ્રોકરેજનું કહેવું છે કે, તાજેતરના મહિનાઓમાં ઊર્જા (એનર્જી) ના મોંઘા ભાવ, મજબૂત અમેરિકન ડોલર અને વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાઓએ સોનાના ભાવ પર દબાણ બનાવ્યું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે તેલ અને ગેસના ભાવ વધ્યા. આનાથી અમેરિકન ડોલર મજબૂત થયો અને રોકાણકારોને બોન્ડમાંથી વધુ સારું વળતર મળવા લાગ્યું. આ કારણોસર લોકોનું વલણ થોડા સમય માટે સોના પરથી હટી ગયું, જેના લીધે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.