બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજયેશ ઠાકોર પર 15 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ

જયેશ ઠાકોર પર 15 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ

ફિલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ તરીકે ઓળખાતા જયેશ ઠાકોર પર 15 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

પોલીસ મુજબ આરોપીએ સગીરાને મોડેલિંગ અને ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી પોતાના સ્ટુડિયો સહિત વિવિધ સ્થળોએ લગભગ 20થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.

યુનિવર્સિટી પોલીસે ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

જયેશ ઠાકોરે પોતે 14 ફિલ્મોમાં લીડ રોલ કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ તપાસમાં 2016માં તેની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ બહાર આવી છે.

હાલ પોલીસે આરોપીના રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે, તેમજ જો કોઈ અન્ય ભોગ બન્યું હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર