રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપરિણીતાના નામે ફ્લેટ લેવાનું નક્કી કરવા છતાં માતાના નામે મકાન લઇ લીધુ...

પરિણીતાના નામે ફ્લેટ લેવાનું નક્કી કરવા છતાં માતાના નામે મકાન લઇ લીધુ : પત્નીને ત્રાસ આપતાં પતિ સહિતના સામે ફરિયાદ

(આઝાદ સંદેશ),રાજકોટ: મવડી-કણકોટ નજીક ઈસ્કોન એમ્બીટી સી-વિંગમાં રહેતી 34 વર્ષની પરિણીતાએ પતિ રાહુલ, સસરા અને સાસુ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે. નયનાબેને જણાવ્યું છે કે હાલ તે પ્રાઈવેટ નોકરી કરી ગુજરાન ચલાવે છે. ધોરાજી રહેતા રાહુલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. 2013ની સાલમાં વડીલોની હાજરીમાં, જ્ઞાતિના રિતી-રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ ધોરાજી સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. હાલ રાજકોટ ખાતે સાસુના નામે લીધેલા ફલેટમાં પુત્ર સાથે રહે છે. પતિ હાલ ક્યા રહે છે તેની જાણ નથી. લગ્ન બાદ તેને જાણવા મળ્યું કે પતિ 10 નાપાસ છે. જેથી પતિ, સાસુ-સસરાને આ વાત કરતાં તેની સાથે ઝઘડો કર્યો હતો. પરિણામે નશીબનો દોષ માની ચૂપ થઈ ગઈ હતી. બાદમાં પતિ સાથે રાજકોટ રહેવા આવી ગઇ હતી અને તેણે પ્રાઇવેટ નોકરી શરૂ કરી હતી. જ્યારે પતિએ મિત્ર સાથે ભાગીદારીમાં બાથ એક્સેસરીઝનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં ખોટ આવતા દેવામાં ડૂબી ગયા હતાં. પરિણામે પરિવારની બધી જવાબદારી તેના પર આવી ગઈ હતી. થોડા સમય બાદ પતિએ સંતાન માટે કહ્યું હતું. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ જોતાં તે તૈયાર ન હતી. પરંતુ પતિએ ઝઘડો કરતાં સહમત થઇ ગઇ હતી. 2015ની સાલમાં પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન માવતર પક્ષના સભ્યો તેને આર્થિક મદદ કરતાં હતાં. આ સમય દરમિયાન જ તેના પતિનો નાનો-મોટો ધંધો સારી રીતે ચાલતા આર્થિક સ્થિતિ થોડી સારી થઈ ગઈ હતી. જેને કારણે મકાન લેવાનું નક્કી કર્યું હતું. જેમાં દોઢ લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ તેણે પોતાના બચતના પૈસાથી અને ભાઈની મદદથી ભર્યું હતું. તે વખતે તેણે ફલેટ પોતાના નામે કરાવવા માટે કહ્યું હતું. પતિએ આ બાબતે સહમત પણ થયા હતા. પરંતુ સાસુ-સસરાની ચડામણીથી ફલેટ સાસુના નામે કરાવી દીધો હતો. આ બાબતની જાણ થતાં તેણે પતિને કહ્યું કે ફલેટ મારા નામે કર્યો હોત તો હું તમને ઘરમાંથી કાઢી ન મૂકત.
જેને કારણે પતિ, સાસુ-સસરાને સારું નહીં લાગતા તેની સાથે ઝઘડો – કર્યો હતો. તેણે પુત્રના ભવિષ્યનું વિચારી સમાધાન કરી લીધું હતું. બાદમાં નવા ફલેટમાં રહેવા રહેવા જતા રહ્યા હતાં. થોડા સમય બાદ પતિએ શંકા-કુશંકા કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પતિ, સાસુ-સસરા અવારનવાર નાની-નાની વાતને લઇને ઝઘડા કરતાં હતાં. 2023ની સાલમાં પતિએ તેને ગડદાપાટુનો માર મારી, ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું પરંતુ પુત્રના ભવિષ્યનું વિચારી કયાંય ગઈ ન હતી. જેથી પતિ, સાસુ અને સસરા છેલ્લા એક વર્ષથી અલગ રહેવા જતા રહ્યા છે. ત્યાર પછી તેની તબિયત કે ભરણપોષણની દરકાર લીધી ન હતી. એટલું જ નહીં તેની ઉપર ખોટા પોલીસ કેસ કરી હેરાન કરે છે. સમાધાનના અનેક પ્રયાસો કરવા છતાં સમાધાન ન કરવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર