શહેરની વિરાણી હાઇસ્કૂલમાં કલેકટર પ્રભવ જોશી, ઇન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહ પરમાર વિગેરેએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી મોઢા મીઠાં કરાવ્યા, તમામ પરીક્ષા કેન્દ્રમાં સવારથી જ છાત્રો ઉમટ્યા : કરણસિંહજી હાઇસ્કૂલ ખાતેના ક્ધટ્રોલરૂમમાં એઇઆઇની સુંદર કામગીરી : થોરાળાના મુરલીધર વિદ્યાલયમાં વિદ્યાર્થીને ચક્કર, ઉલ્ટી આવતા તાકીદે ડીઇઓને વાકેફ કરી સારવાર અપાવી : રાજકોટના કાલાવડ રોડ ઉપર આત્મીય યુનિ. કેમ્પસમાં ડો.ઘનશ્યામ આચાર્ય સ્વસ્તિકદીદી, નીતાદીદી, સંજય પંડ્યાએ પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું : ધો-10માં ગુજરાતી વિષયના પ્રથમ પેપરમાં 357 અને અંગ્રેજી માધ્યમમાં 25 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
(આઝાદ સંદેશ), રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધો-10 તેમજ ધો-12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. આજે સવારે પરીક્ષા કેન્દ્રો ઉપર પોતાના સંતાનોને મુકવા વાલીઓ એક કલાક પૂર્વે જ આવી ગયા હતા. પ્રથમ દિવસ હોવાથી પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને વહેલો પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જેના અનુસંધાને કેન્દ્રમાં પ્રવેશતી વખતે જ દરવાજા ઉપર વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી જવા દેવામાં આવતા હતા. આજે પ્રથમ દિવસે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિરાણી હાઇસ્કૂલ ખાતે ધો-10ના છાત્રોને કૂમકૂમ તિલક કરી મોઢા મીઠાં કરાવ્યા બાદ પુષ્પગુચ્છ(ગુલાબ) આપી શુભેચ્છા વ્યકત કરી હતી તેમની સાથે ઇન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની વિવિધ સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે વિદ્યાર્થીઓને શિક્ષણના મહાનુભાવો, આચાર્યો તેમજ રાજકીય આગેવાનો દ્વારા કૂમકૂમ તિલક કરી શુભેચ્છા વ્યકત કરી બેસ્ટ ઓફ લક કરવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રો ખાતે એક તબક્કે વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી હોય તેવો માહોલ સર્જાયો હતો. મોટાભાગના પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનું પેપર પૂર્ણ ન થાય ત્યાં સુધી વાલીઓ ભર તડકામાં તો અમુક કયાંક છાંયડો શોધીને સતત 9:30થી 1:30 સુધી ઉભા રહ્યા હતા અને પેપર પૂર્ણ થયા બાદ સંતાનને ઘરે લઇ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે ધો-10માં ગુજરાતી વિષયનું પ્રથમ પેપર હતું. એકંદરે સરળ પેપર નીકળતા વિદ્યાર્થીઓએ નિરાંતનો શ્ર્વાસ લીધો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના 78,430 મળી રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જિલ્લામાં ધો-10 અને 12ની પરીક્ષામાં 78,430 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે ધો-10માં જુદા-જુદા પાંચ ઝોનમાં 40 કેન્દ્રો અને 170 બિલ્ડિંગના 1576 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. ધો-10 ગુજરાતી વિષયના 35597 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 34740 હાજર રહ્યા હતા, 857 ગેરહાજર રહ્યા હતા.
આ ઉપરાંત ધો-10 અંગ્રેજી માધ્યમમાં 5065 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 5045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 25 ગેરહાજર રહ્યા હતા. ઉપરોકત બન્ને પેપરમાં 882 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ધો-12માં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયતનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવ્યું હતુ. ચેકિંગ સ્કવોડ કાર્યરત રહી હતી. દરમિયાન આત્મીય યુનિ. કેમ્પસમાં હ.લ. ગાંધી વિદ્યાવિહાર ખાતે ધો-10માં બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આત્મીય યુનિ.ના ડો. ઘનશ્યામ આચાર્ય શાળાના આચાર્ય સ્વસ્તિકદીદી, નીતાદીદી અને સંજયભાઇ પંડ્યાએ કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓને મોઢા મીઠાં કરાવી શુભેચ્છા વ્યકત કરી હતી.
રાજકોટ ખાતે કરણસિંહજી હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવેલા ક્ધટ્રોલરૂમ ધમધમતો થઇ ગયો છે. જેમાં સવારની શિફ્ટમાં મદદનીશ શિક્ષણ નિરિક્ષક અલ્પાબેન જોટંગીયા, ભાવનાબેન ભોજાણી, બિપીનભાઇ બેલડિયાને સવારે 7થી બપોરના 1:30 કલાક ફરજ બજાવવાનો હુકમ ડીઇઓ કચેરી તરફથી કરવામાં આવ્યો છે. જ્યારે બપોરે ધો-12માં રશ્મીબેન કકાણીયા, કાજલબેન કકાસણિયા, રાજુભાઇ બારડને બપોરે 1:30થી રાત્રિના 8 કલાક સુધી ક્ધટ્રોલરૂમમાં કાર્યરત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને લગતી સમસ્યાઓ અને વાલીઓની મૂંઝવણને ફોન ઉપર જ ઉપરોકત સ્ટાફે માહિતગાર કર્યા હતા. દરમિયાન રાજકોટ શહેરની થોરાળા ખાતે આવેલી મુરલીધર વિદ્યાલયમાં ધો-10ના વિદ્યાર્થી હિતિક્ષા પરમારને બેન્ચ ઉપર જ ચક્કર આવ્યા હતા અને એકાએક ઉલ્ટીઓ થતાં તાત્કાલિક ક્ધટ્રોલરુમનો સંપર્ક કરતા અલ્પાબેન જોટંગિયા સહિતના સ્ટાફે જરુરી મેડિકલ સારવાર માટે ડીઇઓને વાકેફ કર્યા હતા.
ધો-10માં ગુજરાતીનું પેપર સરળ : માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણી, વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો નિબંધ પૂછાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરુ થયેલી ધો-10 અને ધો-12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો. ધો-10માં ગુજરાતી વિષયનું પેપર એકંદરે સહેલુ રહ્યુ હતું. ગ્રામ્ય અને નિબંધ સહિતના અન્ય પ્રશ્ર્નો પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લખ્યા હતા. ધો-10માં ગુજરાતી વિષયના પેપરમાં હાલ સાંપ્રત સમાજને ધ્યાનમાં રાખી નારી તુ નારાયણી, તાજેતરમાં વિશ્ર્વ માતૃભાષા દિવસ અંતર્ગત માતૃભાષાનું મહત્વ વિષય ઉપર નિબંધ પૂછવામાં આવ્યો હતો તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખી વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો નિબંધ પૂછાયો હતો.
રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ સંજય પંડ્યા દ્વારા પરીક્ષાર્થીઓને ટિપ્સ
ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આજ તા.27 થી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા. આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ સંજયભાઇ પંડ્યાએ શુભેચ્છા આપી હતી અને કેટલીક ટિપ્સ પણ આપી હતી. બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દા, તમારો દ્રઢ વિશ્ર્વાસ જાળવી રાખો, પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો., કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ., પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો., પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો., પરીક્ષાના સમયગાળા દરમિયાન બિનજરૂરી ફરવાનું ટાળો., હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો., પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો., યડ્ઢફળ પેડ સાથે રાખો., કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે., આપને આપવામાં આવેલું પ્રશ્ર્નપત્ર પૂરું વાંચો., જે પ્રશ્ર્ન તમને આવડે છે તેને પહેલા સરસ રીતે લખો., હાથ ઉંચો કરી સુપરવાઇઝરને તમારા પ્રશ્ર્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. ઝવયુ ૂશહહ મયરશક્ષશયિંહુ વયહા ુજ્ઞી., તમને આપવામાં આવેલી જવાબવહીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ., સ્પ્રે કે અત્તર ન લગાવવું., સુપરવાઇઝરની તમામ સુચનાઓનો કડક અમલ કરવો., કપડાં નવા હોય તેના કરતાં સવલતવાળા હોય તો સારું., પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવુંપપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે., ગયેલા પ્રશ્ર્નપત્રની બિનજરૂરી ચર્ચા ના કરો., જે પ્રશ્ર્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ., અફવાઓથી દુર રહેવું., યાદ રાખો…. આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસથી પરીક્ષા આપો., પરિણામ, હંમેશા તમારી પડખે છે. ઉત્સાહ અને આત્મ વિશ્ર્વાસ જાળવી રાખો તેમ સંજયભાઇ પંડ્યા (રાજકોટ આત્મીય સ્કૂલ) ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખે પરીક્ષાર્થીઓને ટિપ્સ આપી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટરે ધો.10-12ના બોર્ડના છાત્રોને પુષ્પો સાથે પાઠવી શુભકામના
રાજ્યભરમાં આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આજે સવારે પરીક્ષા પૂર્વે છાત્રોને પુષ્પ આપીને શુભકામનાઓ પાઠવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ટાગોર રોડ પર આવેલી શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ખાતે કલેક્ટરે પ્રવેશદ્વાર પર ઊભા રહીને બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પો આપવા સાથે તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ તકે શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા મદદનીશ આચાર્ય સી.ડી. માલાણી પણ સાથે જોડાયા હતા.