રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ11 વર્ષની બાળકીને સ્કૂટર શિખવાડવાના બહાને અડપલા : મોટી બહેન સાથે બે...

11 વર્ષની બાળકીને સ્કૂટર શિખવાડવાના બહાને અડપલા : મોટી બહેન સાથે બે વાર આચર્યુ દૂષ્કર્મ

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા નામચીન શખ્સે 11 વર્ષની બાળાને મોટર સાઈકલ શીખવાડવાના બહાને શરીરે અડપલાં કરી તેના ઘરમાં ઘૂસી તેની મોટી સગીર વયની બહેન સાથે મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચરી કોઈને વાત કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ કરતા આરોપી અગાઉ પણ પોક્સોના ગુનામાં પકડાયો હોવાનું અને દોઢ વર્ષ પહેલાં જ બહાર આવ્યો હતો અને ફરી લખણ ઝળકાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ પૂછતાછ કરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના એક વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગત તા.27ના રોજ તેની 11 વર્ષની નાની પુત્રી તેના ઘેર ગુમસુમ અને ગભરાયેલી બેઠી હોવાનું જણાતા તેને બોલાવી પૂછતા તે રડવા લાગી હતી અને તેને લાલપરી વિસ્તારમાં રહેતા રાજેશ તેને મોટરસાઇકલ શીખવવા લઇ જઇ અવાવરું સ્થળે અંધારામાં લઇ જઈ તેના શરીર સાથે અડપલાં કર્યા હતા અને અગાઉ પણ બે ત્રણ વખત અડપલાં કરતો હોય તેને ના પાડતા રાજેશે જો તું આ વાત કોઈને કહીશ તો તારી મમ્મીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન વાત સાંભળ્યા બાદ તેની 14 વર્ષની મોટી બહેન પણ ચોંકી હતી અને તેને પણ એકાદ માસ પહેલાં બપોરે તેના ઘેર એકલી હતી ત્યારે રાજેશ ઘરમાં ઘૂસી ગયો હતો અને રૂમ બંધ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાત કોઈને કહી ન હોય પખવાડિયા પૂર્વે ફરી ઘરમાં ઘૂસી આવી દુષ્કર્મ આચર્યું હોવાનું અને ધમકી આપી હોય કોઇને વાત કરી ન હોવાનું જણાવતા મહિલાએ ફરિયાદ કરી હતી.
બનાવને પગલે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રાણે સહિતે ગુનો નોંધી આરોપી રાજેશ છગનભાઈ મકવાણાની ધરપકડ કરી વધુ પૂછતાછ કરી હતી. જો કે, હાલના તબક્કે આરોપીએ અન્ય કોઈ માહિતી પોલીસને આપી નથી પરંતુ બાળા સાથે છેડછાડ અને તેની સગીર બહેન સાથે દુષ્કર્મ કર્યાની કબુલાત આપી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર