બુધવાર, જૂન 24, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટમાં થારની બેફામ દોડ, બે-ત્રણ લોકોને હડફેટે લેતા ચાલક ફરાર

રાજકોટમાં થારની બેફામ દોડ, બે-ત્રણ લોકોને હડફેટે લેતા ચાલક ફરાર


રાજકોટ શહેરમાં વધુ એક બેફામ ડ્રાઇવિંગની ઘટના સામે આવી છે. યાજ્ઞિક રોડથી એસ્ટ્રોન ચોક તરફ જતા વળાંક પાસે એક થાર ગાડી બેફામ ઝડપે દોડતી જોવા મળી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, થાર ચાલકે રસ્તા પર જતા બે થી ત્રણ લોકોને હડફેટે લીધા હતા અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થાર ગાડી ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા પહેલા એક ‘છોટા હાથી’ વાહનને પણ ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે થાર ચલાવનાર વ્યક્તિ નાની ઉંમરનો હતો, જોકે આ બાબતે પોલીસ કે અન્ય કોઈ સત્તાવાર એજન્સી તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે થાર ગાડી પર નંબર પ્લેટ નહોતી અને ગાડીના કાળા કાચ હોવાથી ચાલકની ઓળખ કરવી વધુ મુશ્કેલ બની રહી છે.
હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ થાર અને તેના ચાલક સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. સાથે જ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાશે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં બેફામ અને નિયમવિરોધી વાહનચાલન સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકોમાં વધુ ઉગ્ર બની રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર