સોમવાર, જૂન 29, 2026

ઈ-પેપર

સોમવાર, જૂન 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી જળયાત્રા

અમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી જળયાત્રા

અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ભગવાન બળદગાડામાં સવાર થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. 108 કળશમાં ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવવામાં આવશે, જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ વર્ષમાં માત્ર એક જ દિવસ થતા વિશેષ ગજવેશમાં ભગવાન ભક્તોને દર્શન આપશે. સમગ્ર યાત્રામાં અખાડા, ભજન મંડળીઓ તેમજ ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

ચીનમાં 5.3ની તીવ્રતાના ભૂકંપથી ઈમારતો હચમચી

ચીનના શીનચુઆન પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યિબિન શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઈમારતો ધ્રૂજી ઊઠતાં લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

માત્ર એક કલાકના વરસાદ પછી મહારાષ્ટ્રના ભિવંડીના રસ્તાઓ પાણીમાં ડુબ્યા

માત્ર એક કલાકના વરસાદ પછી મહારાષ્ટ્રના ભિવંડીના રસ્તાઓ, બજારો અને સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.. મહારાષ્ટ્રના ભિવંડીમાં માત્ર એક કલાકના વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાની તૈયારીઓને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી છે. શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને વાહનો રસ્તાની વચ્ચે જ અટકી ગયા, જેના કારણે લોકોને ધક્કામુક્કી કરવી પડી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે રહેવાસીઓ માટે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર