શુક્રવાર, ઓગસ્ટ 14, 2026

ઈ-પેપર

શુક્રવાર, ઓગસ્ટ 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેર પોલીસમાં મોટાપાયે કર્મચારીઓની બદલી24 પોલીસ કર્મચારીઓના સ્થળાંતર આદેશ જાહેર, વિવિધ...

રાજકોટ શહેર પોલીસમાં મોટાપાયે કર્મચારીઓની બદલી24 પોલીસ કર્મચારીઓના સ્થળાંતર આદેશ જાહેર, વિવિધ પોલીસ સ્ટેશનમાં નવી નિમણૂક

રાજકોટ શહેર પોલીસમાં મોટાપાયે કર્મચારીઓની બદલી
24 પોલીસ કર્મચારીઓના સ્થળાંતર આદેશ જાહેર, વિવિધ પોલીસ સ્ટેશનમાં નવી નિમણૂક
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 24 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નવા સ્થળે મુકવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેટલાક કર્મચારીઓને ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, મહિલા પોલીસ સ્ટેશન, એ-ડિવિઝન, બી-ડિવિઝન, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી અન્ય શાખાઓ અને પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે. આ બદલીમાં ડી.સી.બી., એ.સી.પી. કચેરી, ટ્રાફિક શાખા, સાયબર ક્રાઈમ યુનિટ, મહિલા શાખા તેમજ અન્ય વિભાગોમાં પણ નિમણૂક આપવામાં આવી છે.
પોલીસ તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે અને વિભાગીય કામગીરીમાં ઝડપ આવે તે માટે આ પ્રકારની આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બદલાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.
આ યાદીમાં યુએએસઆઈ, યુપીસી, યુએચસી અને અન્ય કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. શહેર પોલીસના આ વહીવટી ફેરફારને નિયમિત પ્રક્રિયાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર