રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં દારૂની સપ્લાય કરવા આવેલ વલસાડનો શખસ ઝડપાયો : દારૂની હેરાફેરી કરવા...

રાજકોટમાં દારૂની સપ્લાય કરવા આવેલ વલસાડનો શખસ ઝડપાયો : દારૂની હેરાફેરી કરવા કારને ચોરખાનામાં ફેરવી નાંખી

બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી : ટેલ લાઈટ, પેટ્રોલ ટેંક, સ્પેર વ્હીલ, આર્મ્સ રેસ્ટની જગ્યાએ છુપાવેલી શરાબની 375 બોટલ અને કાર મળી કુલ રૂ.3.77 લાખનો મુદામાલ કબજે કર્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાંથી બી-ડિવિઝન પોલીસે દારૂ ભરેલ કાર પકડી પાડી વલસાડના બુટલેગરની ધરપકડ કરી છે. આ શખસે આખે આખી કારને ચોરખાનામાં ફેરવી નાંખી હતી. ટેલ લાઈટ, પેટ્રોલ ટેંક, સ્પેર વ્હીલ, આર્મ્સ રેસ્ટની જગ્યાએથી દારૂ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શરાબની 375 બોટલ અને કાર મળી કુલ રૂ.3.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, એડી સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજનસિંહ પરમાર, એસીપી આર.એસ.બારીઆએ દારૂ-જુગારની બદી નાબુદ કરવાની આપેલ સૂચનાથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ચૌધરી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે સાથેના કોન્સ્ટેબલ વિશ્ર્વજીતસિંહ ઝાલા અને નરેશભાઈ ચાવડાને દારૂ ભરેલ કાર બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી પસાર થવાની છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સાથે દારૂ ભરેલ કારને અટકાવી કાર ચાલક ધર્મેશ છીબુ નાયકા (ઉ.વ.44), (રહે.ધરમપુર રોડ અબ્રામા જરણા પાર્ક પાસે સોનાદર્શન સોસાયટી પ્લોટ નંબર-74 વલસાડ) ની અટક કરી કારની અંદર પોલીસે તપાસ કરતાં કંઈ શંકાસ્પદ જોવાં મળ્યું ન હતું.
જે બાદ કારચાલકની સઘન પૂછતાછ કરતાં પકડાયેલ શખ્સે કારને ચોરખાનામાં પરિવર્તિત કરી નાંખી હોવાની કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે કારની પાછળની લાઈટની અંદર ચોરખાનું બનાવી તેમજ પેટ્રોલ ટેંકમાં, આર્મ્સ રેસ્ટની નીચે, તેમજ સ્પેર વ્હીલની જગ્યામાં પણ સંતાડેલો દારૂ કાઢી આપતાં બુટલેગરના નવા કિમીયા જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. પોલીસ સ્ટાફે બુટલેગર ધર્મેશ નાયકની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની 375 બોટલ દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર