રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઉંચા વ્યાજે પૈસા આપી માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનાર બે આરોપીઓના...

ઉંચા વ્યાજે પૈસા આપી માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનાર બે આરોપીઓના આગોતરા મંજુર

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરના જામનગર રોડ પાસે રહેતા આરોપી નં.1. સિધ્ધરાજસિંહ કિશોરસિંહ જાડેજા, આરોપી નં.2 ભીખુભાઈ સાર્દુળભાઈ બાલાસરા, રહે. રાજકોટ વાળાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી અરૂણભાઈ કાનજીભાઈ સાકળીયા તે મરણ જનારના ભાઈ થતા હોય આ કામના મરણજનારે તમામ આરોપીઓને 5 થી 20% સુધીના ઉંચા વ્યાજે પૈસા આપી મરણ જનારે મૂળ રકમ વ્યાજ સહિતની ડબલ ચુકવી દીધેલ હોય છતાં આ કામના આરોપીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદના ઘરે જઈ ધાક, ધમકી આપી ફરીયાદીના ભાઈને દુ:ખ ત્રાસ આપી ઝેરી દવા પીવા મજબુર કરેલ હતા. આ કામના મરણ જનાર તા.28-1-2025 ના રાત્રીના નવેક વાગ્યાના આસપાસ ફરીયાદીના મોબાઈલ પર એક વિડીયો મોકલેલ હતો અને પોતે મરણ જનાર પોતે જણાવેલ કે ‘મારી બધી બહેનોને જય માતાજી બધા સુખી રહેજો’ આ મારો છેલ્લો વિડીયો છે. જેવી મારા ભાઈ હાર્દિક અલ્પેશને ફોન કરતા ફોન રીસીવ થયેલ ન હતો. અને સામેથી મેસેજ આવેલ હતો કે, હું મગનલાલ આઇસ્ક્રીમ સામે રેસકોર્ષના શૌચાલય પાસે ઝેરી દવા પીધેલ છું, જેથી અમો ત્યાં તાત્કાલીક પહોંચી અને અલ્પેશને સિવિલ હોસ્પિટલે લઈ જતા ડોક્ટર ખારા તેઓને તપાસતા અલ્પેશને મૃત જાહેર કરવામાં આવેલ હતો અને બનાવ સ્થળેથી એક બુકમાંથી સુસાઈડ નોટ કબજે કરવામાં આવેલ હતી જેમાં મરણ જનાર દ્વારા ઉપરોકત કુલ 10 આરોપીઓના નામ અને વ્યાજના ટકા જણાવવામાં આવેલ હતાં. જેથી આ કામના ફરિયાદી અરૂણભાઈ કાનજીભાઈ સાકળીયાએ તા.9-2-25ના રોજ પ્રઘુમનનગર પોલીસ સ્ટેશનમાં બી. એન. એસ. ની કલમ- 108, 54, તેમજ ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમની કલમ-5, 40, અને 42 મુજબની ફરિયાદ કુલ 10 આરોપીઓ વિરૂધ્ધ કરવામાં આવેલ હતી. જેથી ઉપરોકત બંને આરોપીઓએ તેમના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષની દલીલો અને રજુ રાખેલ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામમાં બંને અરજદારો/આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ-ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા, તેમજ લીગલ આસિ. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર