બુધવાર, ફેબ્રુવારી 11, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ-ગોંડલ હાઈવે પર ભરૂડી પેટ્રોલ પંપ નજીક કાર બની આગનો ગોળો, ડ્રાઇવરની...

રાજકોટ-ગોંડલ હાઈવે પર ભરૂડી પેટ્રોલ પંપ નજીક કાર બની આગનો ગોળો, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી


રાજકોટ-ગોંડલ હાઈવે પર ભરૂડી પેટ્રોલ પંપ નજીક કાર બની આગનો ગોળો, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

રાજકોટ:
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી પેટ્રોલ પંપ નજીક આજે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ચાલતી કારમાંથી અચાનક ધુમાડો નીકળતા ડ્રાઇવરે પરિસ્થિતિની ગંભીરતા સમજી સમયસૂચકતા દાખવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ, કાર રાજકોટ તરફથી ગોંડલ તરફ જઈ રહી હતી ત્યારે ભરૂડી પેટ્રોલ પંપ નજીક પહોંચતા કારના એન્જિન વિભાગમાંથી અચાનક ઘાટો ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોયા બાદ ડ્રાઇવરે તરત જ કારને રોડની બાજુમાં સલામત રીતે ઉભી રાખી દીધી હતી. ડ્રાઇવર સહિત કારમાં સવાર અન્ય મુસાફરો પણ તાત્કાલિક બહાર ઉતરી ગયા હતા.

થોડા જ સમયમાં કારના આગળના ભાગમાં આગ ભભૂકી ઊઠી હતી અને કાર આગનો ગોળો બની ગઈ હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે એન્જિનમાં ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.


સંબંધિત સમાચાર

તાજા સમાચાર