રાજકોટ :- સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જરૂરી ઈન્જેક્શન અને દવાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સારવાર માટે નિયમિત રીતે હોસ્પિટલ પર નિર્ભર રહેનારા થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સિવિલ હોસ્પિટલના સુપ્રીમ ટેન્ટડનને મળ્યા હતા, જ્યાં તેમને દવાઓ માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની સલાહ આપવામાં આવી હતી.
આ બાદ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને તેમના ભાઈઓ-પરિવારજનો એકત્ર થઈ રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને દવાઓ તથા ઈન્જેક્શન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરી હતી. બાળકોના પરિવારજનોનું કહેવું છે કે સમયસર દવા અને ઈન્જેક્શન ન મળે તો બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. તેમણે તંત્ર પાસે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અને નિયમિત સારવાર સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે.


