અમેરિકા અને ભારત વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટે મહત્વપૂર્ણ ગણાવી છે.. તેમણે જણાવ્યું કે, આ ડીલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે. ખાસ કરીને રાજ્યના અગ્રણી ઉદ્યોગો જેવા કે ટેક્સટાઇલ, કેમિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે અને નિકાસના નવા દ્વાર ખુલશે. સાથે તેમણે કહ્યું કે અમેરિકામાં ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની પ્રોડક્ટ્સ પર વસૂલવામાં આવતી ઉંચી ડ્યૂટીનો સીધો ફાયદો હવે ભારતને મળશે. આને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચીજવસ્તુઓને ફાયદો થશે..સાથે આ ડીલમાં કૃષિ અને ડેરી પ્રોડક્ટને દૂર રાખીને સરકારે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખ્યું છે.
મલેશિયાઃ ભારતીય સમુદાયને મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચ્યા છે. ત્યા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ભારતીય સમુદાયને મોદીએ સંબોધન કરતા કહ્યું કે આ ભવ્ય સ્વાગત આખો ભારત દેશ યાદ રાખશે. મલેશિયાની શાળામાં ભારતીય ભાષામાં અપાતાં શિક્ષણનો તેમણે ઉલ્લેખ કર્યો સાથે જ કહ્યું કે મલેશિયામાં ભારતીય સંગીત ખૂબ લોકપ્રિય છે. તેમણે મલેશિયામાં પ્રખ્યાત ભારતીય વાનગીઓનો પણ ઉલ્લેખ કર્યાો. એટલું જ નહીં સુભાષચંદ્ર બોઝની સેનામાં સામેલ મલેશિયાના જવાનોને તેમણે યાદ કર્યાં હતા.તેમણે એક મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે બહુ જલ્દીથી મલેશિયામાં ઓનલાઇન પેમેન્ટ માટે UPI લોન્ચ કરાશે. તેમણે વિકાસના પથ પર મલેશિયા અને ભારતની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે ભારત મલેશિયામાં નવા કોન્સ્યુલેટ પણ ખોલશે.


