રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં રૂપિયાની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, ઢોર મારમારી ખંડણી મંગાઈ

રાજકોટમાં રૂપિયાની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, ઢોર મારમારી ખંડણી મંગાઈ

ટી.એન.રાવ કોલેજ પાસે રહેતા આનંદભાઈ કણસાગરા (ઉ.વ.39)ને ભિસ્તીવાડ ગેંગે યુનિવર્સિટી રોડ ઉપરથી સ્કોર્પિયોમાં ઉઠાવી જઈ 50 લાખ ચૂકવવાના છે તેવો વીડિયો બનાવડાવી રૂ.5 લાખની માંગ કરી પૈસા ન આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી આકાશવાણી ચોક પાસે ઉતારી ગયા : વેપારીએ પોતાના બે પૂર્વ ભાગીદાર અને ભાગીદારે જેને હવાલો આપ્યો હતો તે ટોળકી વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં ટી.એન. રાવ કોલેજ પાસે રહેતા વેપારીનું યુનિવર્સિટી રોડ પર આવેલી એફએસએલ કચેરી પાસેથી સ્કોર્પીયોમાં ભીસ્તીવાડની ગેંગે અપહરણ કરી ખોડિયાપરા વિસ્તારમાં લઈ જઈએ પાઇપ વડે માર મારી વેપારીએ અગાઉ ભાગીદારીમાં શરૂ કરેલી ફેક્ટરીના હિસાબની રકમ ચૂકવવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેને 50 લાખ ચૂકવવાના છે તેવો વિડિયો પણ ઉતારવામાં આવ્યો હતો અને રવિવાર સુધીમાં પાંચ લાખ આપી દેવા નહીંતર પરિવારને છરીના ઘા મારી દેશું તેવી ધમકી પણ આપી હતી. બાદમાં વેપારીને બલેનો કારમાં આકાશવાણી ચોક પાસે ઉતારી દીધા હતા.જે વેપારીએ પોતાના બે પૂર્વ ભાગીદાર અને ભાગીદારે જેને હવાલો આપ્યો હતો તે ટોળકી વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, નંદભૂમિ એપાર્ટમેન્ટ વિંગ નંબર-1 ફ્લેટ 132માં રહેતા આનંદભાઈ ગીરધરભાઈ કણસાગરા (ઉ.વ 39) નામના વેપારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના પૂર્વ ભાગીદાર અમિત પ્રફુલચદ્રં કાચા, ભાગીદારના પુત્ર હિરેન ગોવર્ધનભાઈ ઠુંમર તથા જાહીર મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બશીરભાઇ શેખ, ઈસોબા રિઝવાન દલ, મીરખાન રહીસ દલ તથા ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટના સુમિત ભીમાણી, અમિત કાચા ગોવર્ધન ઠુંમર અને જીજ્ઞેશ મહેતા સાથે પાર્ટનરમાં ઓરિસ્સાના ભુબન શહેરમાં વર્ષ 2018માં વોટર વેઇન્ફ્રાકોન નામની ફેકટરી ચાલુ કરી હતી. ગોવર્ધનભાઈ ઠુંમર કે જે પાર્ટનર હોય તેનો વહીવટ તેનો પુત્ર હિરન કરતો હતો. ફેકટરીમાં આરસીસી પાઇપ બનાવતા હતા. ભાગીદારો વચ્ચે માથાકૂટ થતાં વર્ષ 2021 માં ફેકટરી બંધ થઈ ગઈ હતી. વર્ષ 2022 માં પાર્ટનર અમિત કાચા ગોવર્ધન ઠુંમર અને જીજ્ઞેશ મહેતા છુટા થઈ ગયા હતા.
આ ત્રણેય જણા છુટા થયા ત્યારે ફરિયાદી તથા સુમિતભાઈ ભીમાણીને ત્રણેયને. 75-75 લાખ ચૂકવવાના થતા હતા. તે વખતે ફેકટરીના નામનો ચેક સિકયુરિટી પેટે ત્રણેયને આપ્યા હતા. ત્યારબાદ આ ફેકટરી સુમિતભાઈએ એકલાએ સંભાળી લીધી હતી અને તે સમયે સુમિતભાઈએ અમિત કાચા તથા હિરેન તથા જીેશ મહેતાને રકમ ચૂકવવાનું નક્કી થયું હતું તે વખતે અમિત, હિરેન ઠુમરે કહ્યું હતું કે હત્પં ફેકટરીમાંથી છૂટો થઈ ગયો છું અને તમારા પિયા સુમિત ચૂકવી આપશે જેથી આ બંને કહ્યું હતું કે, તારે અમને 50 ટકા પિયા તો આપવા જ પડશે ત્યારબાદ અમિતે ચેક વટાવવા નાખતા તે રિટર્ન થતાં ફરિયાદી વિદ્ધ કોર્ટમાં કેસ કર્યેા હતો.આજથી બારેક દિવસ પૂર્વે વેપારીના ઘરે જાહીર, સમીર ઉર્ફે ધમો રાત્રિના નવેક વાગ્યે આવ્યા હતા અને કહ્યું હતું કે, તમાં કામ છે નીચે આવું બાદમાં જાહીરે ફોનમાં કોઈ સાથે વાત કરાવી હતી અને કહ્યું હતું કે, તમારે અમિત અને હિરેનને પિયા આપવાના છે તે કયારે આપશો? જેથી વેપારીએ કહ્યું હતું કે, મારે તેમને કોઈ પિયા આપવાના નથી બાદમાં જાહીરે કહ્યું હતું કે કાલે તમે મારી ઓફિસે આવજો પરંતુ વેપારીએ આવવાનો ઇનકાર કરી દીધો હતો બીજા દિવસે જાહીરે વોટસએપ કોલ કર્યેા હતો જે વેપારીએ ઉપાડો ન હતો. દરમિયાન તા. 25/2 ના સવારના 11:00 વાગ્યે તેઓ રાજકોટ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં મુદત માટે ગયા હતા અને આ સમયે તેના પાર્ટનર સુમિત ભીમાણી સાથે અહીં કોર્ટ તરીકે આવ્યા હોય બંને યુનિવર્સિટી રોડ પર દ્રારકાધીશ હોટલમાં જમવાનું હોય વેપારી બપોરના આશરે સવા બે વાગ્યા આસપાસ અહીં દ્રારકાધીશ હોટલ પાસે પહોંચતા અહીં એફએસએલ કચેરી પાસે કાળા કલરની કાળા કાચવાળી સ્કરોર્પીયો કાર આગળ ઉભી હતી. જેમાંથી જાહીર, સમીર, ઇસોબા તથા મીર ખાન ચારેય નીચે ઉતર્યા હતા અને જાહેર તથા સમીરે છરી બતાવી કહ્યું હતું કે, તું ગાડીમાં બેસી જા નહિતર અહીં તારું પૂરૂ કરી નાખીશું. જેથી ડરીને વેપારી સ્કોર્પિયોમાં બેસી ગયા હતા.
બાદમાં ચાલુ ગાડીએ તેને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ ખડિયાપરામાં માલ ઢોર બાંધવાના ખુલ્લા વંડામાં લઈ જઇ જાહીર કોઈને ફોન કરીને કહ્યું હતું કે, તમે ખડીયાપરામાં આવો થોડીવાર બાદ અહીં ચાર શખસો આવ્યા હતા જેના હાથમાં પાઇપ હોય અને જાહીરે કહ્યું હતું કે અમિત તથા હિરનના પિયા આપવા પડશે જે પૈસાનો હવાલો મેં લીધો છે. જેથી વેપારીએ કહ્યું હતું કે, અમિત તથા હિરેન સાથે વાત કરાવો જેથી ફોન સ્પીકર પર રાખી અમિત કાચા સાથે વાત કરાવતા વેપારીએ કહ્યું હતું કે, પિયા સુમિતને આપવાના છે અને આ લોકો મને અહીં લઈ આવ્યા છે અમિતે કહ્યું હતું કે, મારે કાંઈ જોવાનું નથી તારે 50 ટકા રૂપિયા આપવા પડશે. ત્યારબાદ આ શખસો પાઈપ અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
જાહીરે વેપારી પાસેથી વિડીયો ઉતરાવ્યો હતો જેમાં તેને અમિત કાચાને 50 લાખ આપવાના હોય અને રવિવાર સુધીમાં પાંચ લાખ આપી દઈશ તેવું બોલાવડાવ્યું હતું. તેમજ જાહેર ધમકી આપી હતી કે, રવિવાર સુધીમાં પાંચ લાખ નહીં આપે તો તારા ઘરે આવી તને અને તારી દીકરીને છરી મારી દઈશ. જો ફરિયાદ કરીશ તો તારા પરિવારને છરી મારી દઇશ. બાદમાં બલેનો કારમાં બેસાડી વેપારીને આકાશવાણી ચોક પાસે ઉતારી લીધા હતા. ત્યારબાદ વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

તાજા સમાચાર