રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપારેવડી ચોક પાસે ‘હું ગણેશનગરનો ડોન મોહિત, પોલીસે અહિંયા બેસવું નહીં’ કહી...

પારેવડી ચોક પાસે ‘હું ગણેશનગરનો ડોન મોહિત, પોલીસે અહિંયા બેસવું નહીં’ કહી હોમગાર્ડ ઉપર હુમલો

ઇજાગ્રસ્ત હોમગાર્ડ વિપુલભાઇ પાસેથી રૂ.400ની લૂંટ પણ ચલાવી : બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતા લુખ્ખા શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. સરાજાહેર રોડ પર હથિયારો સાથે માથાકુટ કરતા હોવાના દૃશ્યો અવાર નવાર સામે આવે છે. હવે તો લુખ્ખાઓ એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ પર હુમલો કરતા પણ ડરતા નથી. ત્યારે પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતા પુલ નીચે નોકરી પર રહેલા હોમગાર્ડ પર બે શખસોએ હુમલો કરી રૂા.400ની લુંટ કર્યાની ફરિયાદ બી ડિવી.પોલીસ મથકમાં નોંધાઇ છે. શહેરનાં બી ડિવી.પોલીસે આ મામલે હોમગાર્ડ વિપુલભાઇ ગિરધરભાઇની ફરિયાદ પરથી મોહીત ચમનભાઇ ગોહેલ (રહે.ગણેશનગર) અને અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કર્યો છે, વિપુલભાઇએ પોલીસને જણાવ્યું કે, ગઇકાલે રાત્રે 11થી આજે સવારે પાંચ વાગ્યા સુધીી તેની અને હોમગાર્ડ નીલેશભાઇ યાદવની નોકરી પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતા પુલ નીચે રામદેવપીરના મંદિર ચોક પાસે હતી. આજે પરોઢે ત્રણેક વાગ્યે હોમગાર્ડ નીલેશભાઇ ચા પીવા ગયા હતા. જ્યારે તે ત્યાં જ બેઠા હતા. આ સમયે એક શખસે પાછળથી આવી હું મોહીત ગોહેલ, ગણેશનગરનો ડોન છું, તું કેમ અહીં બેઠો છે, પોલીસે અહીં બેસવું નહીં કહીં માથાકુટ શરૂ કરી હતી. તેને ના પાડતા ઉશ્કેરાયેલા તે શખસે ગુપ્તી જેવું હથિયાર કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેણે પોતાના બાઇકમાં રહેલી લાકડી કાઢી હતી. બંન્ને વચ્ચે ઝપાઝપી થતા તે શખસે અન્ય કોઇને સાદ પાડતા થોડે દુર ઉભેલો અજાણ્યો શખસ ત્યાં ઘસી આવ્યો હતો. બાદમાં બંન્નેએ તેને શેરીમાં લઇ ગયા બાદ અજાણ્યા શખસે તેના હાથ પકડી રાખી, આરોપી મોહીતે તેના ગળે ગુપ્તી જેવું હથિયાર રાખી તારી પાસે જેટલા પૈસા હોય તે કાઢી અમને આપી દયે, નહીં તો આ હથિયાર મારી દઇશ કહી તેના ખીસ્સા ફંફોળવા લાગ્યા હતા. તેના ખીસ્સામાંથી રૂા.400ની લૂંટ કરી ગુપ્તી જેવા હથિયારના હાથાના પાંચ થી છ ઘા મારી મારકુટ કરી હતી. બુમાબુમ થતા ત્યાં વાહનો ઉભા રહેતા બંન્ને આરોપી ત્યાંથી ભાગી ગયા હતા એટલા સમયમાં ચા પીવા ગયેલા હોમગાર્ડ નીલેશભાઇ જાદવ પણ આવી જતા તેના બનાવની જાણ કર્યા બાદ આ મામલે લુંટ કરનાર બંન્ને શખસો સામે આજે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહિલાના ઘર પર સોડા-બોટલના ઘા કરનાર આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો હતો. ત્યારે આજે હોમગાર્ડને માર મારી લુંટી લેવાયાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં હવે પોલીસ અને હોમગાર્ડ સલામત રહ્યા ન હોય તો આમ જનતાની સ્થિતિ કેવી હશે તે બાબત ચિંતા જેવી લાગે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર