બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમારો વિરોધ કરનારાઓએ મને લોકશાહીની તાકાત શીખવી : વડાપ્રધાન મોદી

મારો વિરોધ કરનારાઓએ મને લોકશાહીની તાકાત શીખવી : વડાપ્રધાન મોદી

જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષની સતત જાહેર સેવા પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ ને સંબોધિત કરતા વિપક્ષને સંબોધી કહ્યું હતું કે, મારો વિરોધ કરનારાઓએ મને લોકશાહીની તાકાત શીખવી છે. કાર્યક્રમમાં ફૂલોની વર્ષા, ભાજપના ઝંડા અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના નેતા નીતિન નવીને પણ વડાપ્રધાનને સરકારના વડા તરીકે 25 વર્ષની આ ઐતિહાસિક સફર પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર પીએમ મોદીએ આ લાંબી રાજકીય સફરનો પૂરો શ્રેય જનતાના અતૂટ વિશ્વાસને આપ્યો હતો. તેમણે કહ્યું, જેઓ મારી સાથે ઊભા રહ્યા તેમણે મને શ્રદ્ધાની તાકાત બતાવી, જ્યારે જે લોકોએ મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની સાચી શક્તિ શીખવી.વડાપ્રધાને દેશવાસીઓ અને એનડીએના સહયોગીઓનો આભાર માનતા જનતાને જ ઈશ્વરનું સ્વરૂપ ગણાવ્યા હતા. કાર્યક્રમ અગાઉ તેમણે શ્રી વિનાયક મંદિરમાં જઈને 140 કરોડ ભારતીયો માટે પ્રાર્થના કરી હતી અને દેશની સેવા કરવા માટે ઈશ્વર પાસે વધુ તાકાત માંગી હતી.

પોતાના વડનગરના શાળાકીય દિવસોને યાદ કરતા વડાપ્રધાને પોતાને એક ‘આજીવન વિદ્યાર્થી’ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે 50 વર્ષની ઉંમર સુધી તેમણે જંગલો અને પહાડોમાં આદિવાસી વિસ્તારોમાં જમીની સ્તરે સેવા કરી હતી અને ભાજપના સંગઠનાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સત્તાની કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા ન હોવાનું જણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા એક મિશન માટે જીવ્યા છે.વોટબેંકના આધારે સમાજના વિભાજનને દેશની સૌથી મોટી દુર્ઘટના ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે વીજળી કે પાણીની અછત કોઈ એક જાતિ કે સમુદાય પૂરતી સીમિત નથી હોતી, તે સૌની સમસ્યા છે. આથી ઉકેલ પણ સૌના માટે હોવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, તેમની સરકારે સુશાસનને ‘સેચ્યુરેશન’ એટલે કે સંતૃપ્તિ સાથે જોડ્યું છે, જેનો અર્થ એ છે કે દરેક લાયક વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને કોઈપણ હકદાર તેના અધિકારથી વંચિત ન રહે.પોતાના ભવિષ્યના વિઝનને વધુ સ્પષ્ટ કરતા પીએમ મોદીએ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ના નિર્માણનો હુંકાર કર્યો હતો. આત્મનિર્ભર ભારત, ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું, ભવિષ્યમાં ઓલિમ્પિક્સનું આયોજન કરવું અને અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવાના લક્ષ્ય સાથે તેમણે દેશવાસીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. 

સંબંધિત સમાચાર

તાજા સમાચાર