ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા રવિવારે બેટલ ઓફ માઈન્ડ ક્વિઝ કોમ્પિટિશન યોજાશે

રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા રવિવારે બેટલ ઓફ માઈન્ડ ક્વિઝ કોમ્પિટિશન યોજાશે

ક્વિઝ માસ્ટર વિનય મુદલીયાર બેંગ્લોરથી આવશે : આઝાદ સંદેશની મુલાકાતમા માહિતી આપતા આગેવાનો

(આઝાદ સંદેશ),રાજકોટ: રોટરી ક્લબ ઓફ રાજકોટની સ્થાપના 1938માં થયેલ રોટરી ક્લબ એક સામાજિક સંસ્થા છે આ સંસ્થાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા ઘણા બધા લોક ઉપયોગી પ્રોજેક્ટ જેવા કે સિવિલ હોસ્પિટલમાં સ્કીનબેંક, બીટી સવાણી હોસ્પિટલમાં કલર ડોપ્લર મશીન, કેન્સર હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીન, પંચનાથ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન, જલારામ હોસ્પિટલમાં ફેકો મશીન, ન્યારી ડેમ પાસે સરલા કામદાર રોટરી પાર્ક જેવાનું અનુદાન કરેલ છે આ ઉપરાંત નાની અમરેલી ખાતે દૂધ મંડળી તેમજ રેસકોર્સ ખાતે રોટરી ક્લોક જેવા અન્ય ઘણા બધા પ્રોજેક્ટ હાથ ધરેલ છે.આવી જ એક જવાબદારી રૂપે વર્ષ 2013માં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરેલ જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક સામાન્ય જ્ઞાન વધે. આ બેટલ ઓફ માઈન્ડ્સ નામની સ્પર્ધામાં રાજકોટના વિદ્યાર્થીઓની રૂચી જોતા દર વર્ષે આયોજન કરવાનું નક્કી કરેલ અને ભાગરૂપે આ વર્ષે દસમાં વર્ષે પણ ભવ્ય આયોજન રવિવારે સવારે 9:00 વાગેથી આત્મીય કોલેજ ઓડિટોરિયમ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કરેલ છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ બેટલ ઓફ માઈન્ડ્સ ના ક્વિઝ માસ્ટર વિનય મુદલીયારને ખાસ બેંગ્લોરથી આમંત્રિત કરેલ છે કે જેમણે દેશની નામાંકિત સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, આઈએમડી નાગપુર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાઓનું સફળ સંચાલન કરેલ છે. આ સ્પર્ધાના પ્રથમ વિજેતા ને સ્વ. સૂર્યકાંતભાઈ કોઠારી મેમોરિયલ ટ્રોફી, ગોલ્ડ મેડલ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત ફર્સ્ટ રનર તથા સેક્ધડ રનરને પણ અનુક્રમે સિલ્વર તથા બ્રોન્ઝ બદલ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને એક એક ગિફ્ટ આપવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા આર્થિક અનુદાન ક્લબના પૂર્વ પ્રેસિડેન્ટ રોટેરીયન હરીશ કોઠારી અને રોટેરીયન માયા કોઠારીના પરિવાર તરફથી મળેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રેસિડેન્ટ નિખિલ ઉચાટ, સેક્રેટરી પંકિલ પઢારીયા, પ્રોજેક્ટ ચેરમેન રોટેરીયન હરેન વોરા (98252 17911) અને રોટેરીયન શકીના ભારમલ (99099 98055) તેમજ રોટેરીયન પરાગ તન્ના અને પબ્લિક ઈમેજ ચેર રાજ ધાબલીયા સહીત ના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર