ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવિકૃતિની પણ હદ હોય…! 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી પરિચિતે શારીરિક...

વિકૃતિની પણ હદ હોય…! 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી પરિચિતે શારીરિક અડપલાં કર્યા

બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડતાં ભાંડો ફૂટ્યો : પરિવારના સભ્યોએ બી- ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં ફરી એકવાર વિકૃતિની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકીને દોઢ દાયકાથી સંબંધ ધરાવતા પરિચિત શખસ દ્વારા પોર્ન વીડિયો બતાવી તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડતાં તપાસ કરતા સમગ્ર હકીકત ખુલતાં પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરના પેડક રોડ પર રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની મહિલાએ બી-ડિવિઝન પોલીસ મથકે પોતાના પરિચિત શ્રીનિવાસ ચંદર યમગર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ચાંદીની ભઠ્ઠી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમની દસ વર્ષીય પુત્રી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને આરોપી શ્રીનિવાસ પણ મહારાષ્ટ્રનો હોવાથી તેની સાથે 15 વર્ષથી સબંધ છે. તેની સગાઈ થઈ ગઈ હોવાથી તે છેલ્લા ત્રણ મહિનાથી દર રવિવારે ફરિયાદીના ઘરે મંગેતર સાથે વાત કરવા આવતો હતો. ત્યારે તેમની પુત્રીને તે પાણી આપવા માટે બોલાવતો હતો.
દરમિયાન ગયા રવિવારે તેમની પુત્રીને પાણી આપવા માટે બોલાવ્યા બાદ ગઈકાલે તેમની પુત્રીએ પેટમાં દુ:ખાવો થતો હોવાની ફરીયાદ કરતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે બાદ તેણીએ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દિકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આરોપી તેને પાણી આપવા માટે બોલાવ્યા બાદ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી તેમના ગુપ્ત ભાગમાં આંગળી નાંખી અડપલાં કરતો હતો. જે બાદ તેઓ પોલીસ મથકે દોડી ગયાં હતાં. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એમ.રાણેએ તપાસ હાથ ધરી હતી.લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર