ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસુચિત જંત્રીમાં દસગણો વધારો કરાતાં રાજકોટમાં વકિલો મેદાનમાં : રેવન્યું બાર એસો....

સુચિત જંત્રીમાં દસગણો વધારો કરાતાં રાજકોટમાં વકિલો મેદાનમાં : રેવન્યું બાર એસો. દ્વારા સૂત્રોચ્ચાર

કલેકટરને આવેદન આપી કોઇપણ ભોગે જંત્રીમાં રહેલી અસમાનતા દૂર કરવા માંગ : કચેરીના કમ્પાઉન્ડમાં વકિલોએ સૂત્રોચ્ચાર કર્યા, વકિલ એક્તા ઝીંદાબાદ, જંત્રીની અસમાનતા દૂર કરો : હોદ્દેદારો રમેશભાઇ કથીરિયા, વિજયભાઇ તોગડિયા, દિલીપ પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલા એડવોકેટો દ્વારા જંત્રીનો ઉગ્ર વિરોધ

(આઝાદ સંદેશ), રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં સુચિત જંત્રીના વધારા બાબતે ભારે ઉહાપોહ મચ્યો છે ત્યારે રાજકોટમાં બિલ્ડર્સ એસો. લડી લેવાના મૂડમાં છે. બીજી તરફ રાજકોટ રેવન્યું બાર એસો. દ્વારા પણ લડતનો માર્ગ અખત્યાર કર્યો હોય તેમ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેવન્યુ બાર એસો.ના સભ્યો, એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા અને કલેકટરને આવેદન આપતા પૂર્વે કચેરીના દરવાજા ‘વકીલ એક્તા ઝીંદાબાદ’, જંત્રીમાં રહેલી અસમાનતા દૂર કરો, ના સૂત્રોચ્ચારથી કલેકટર કચેરીનું કંપાઉન્ડ ગુંજી ઉઠ્યુ હતુ. હોદ્દેદારોમાં વિજયભાઇ તોગડિયા, રમેશભાઇ કથીરિયા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સુચિત જંત્રીની વર્ષ-2011માં જંત્રી અમલમાં આવેલ ત્યારબાદ સરકાર દ્વારા વર્ષ-2023માં કોઇપણ જાતના સર્વે કર્યા વગર જંત્રીના દર બેગણો વધારો કરવામાં આવેલ છે. સામાન્ય રીતે કોઇપણ મિલકતમાં ભાવવધારો દર વર્ષે મોંઘવારી, વરસાદ, ખેત-ઉપજ, ધંધાકીય પરિસ્થિતિ, શેરબજાર અને સરકાર દ્વારા જાહેર થતી વિવિધ પોલીસી અને નોકરિયાતના પગાર પર આધારિત હોય છે અને તે મુજબ ભાવમાં વધારો થતો હોય, ભાવ વધારો સ્થિર રહેતો હોય છે અને ઘણા વર્ષોમાં ભાવ વધારો ખુબજ મોટા પ્રમાણમાં થતો હોય છે એટલે કે ભાવ વધારો છેલ્લા પાંચ વર્ષના વધઘટની સરેરાશને ધ્યાને લઇ દર વર્ષે સમય સંજોગો મુજબ જંત્રીદરમાં વધારો કરવો જોઇએ તેવી રજૂઆત જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં દર્શાવી હતી. હાલની સુચિત જંત્રીમાં સીધો 10 ગણો વધારો કરવામાં આવેલ છે અને આવા ભાવ વધારા સાથે જંત્રી અમલમાં મુકવામાં આવે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને મરણતોલ ફટકો પડે તેમ છે એક સાથે મોટા જંત્રીમાં વધારાથી પ્રથમ મુશ્કેલી કેપિટલ ગેઇન ભરવાની જવાબદારી તેમજ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી અને વાઇટ મુડીનો પ્રશ્ર્ન થાય તેમ છે તેમ વિજયભાઇ તોગડિયાએ પત્રકારોને જણાવ્યું હતું. એટલે હાલની સુચિત જંત્રીનો વધારો રાજ્યના સાનુકૂળ અને રિયલ એસ્ટેટની પરિસ્થિતિ મુજબ દર વર્ષે સમયાંતરે ભાવ વધારો હાલની સુચિત જંત્રીના ટકાવારી મુજબ વધારો કરવામાં આવે તો ત્રણ-ચાર વર્ષમાં રિયલ એસ્ટેટમાં થતું કાળા નાણાનું રોકાણ ધીમે ધીમે દૂર થશે અને બેન્કમાં મોટા વેલ્યુએશનના દસ્તાવેજોથી મોટી રકમ બેન્કમાં આવતા ફાઇનાન્સનો દર નીચો આવશે અને લોકોને ઓછા દરે વ્યાજની રકમ મળતા તેમાં નવી મિલકત ખરીદીમાં તેટલો ફાયદો થશે તેમજ બ્લેકમની સોના કે રોકડમાં સ્વરૂપ પડ્યા રહેતા હતા તે બેન્કમાં આવતા અર્થતંત્રના વિકાસને વેગ મળશે અને રિયલ એસ્ટેટ સો ટકા વાઇટમાં થાય તો સંપૂર્ણ ખરીદ વેચાણનો વહિવટ બેન્કિંગમાં થતો હોય પારદર્શક થશે અને કોર્ટ કેસમાં પણ ઘટાડો થશે તેમ રમેશભાઇ કથીરિયા, દિલીપ પટેલે ઉમેર્યું હતું. ઉદાહરણ તરીકે હાલ રાજકોટના મોટામવાની રેવન્યુ સર્વે નંબર 146ની રહેણાંકની જંત્રી 2011માં 2500 હતી ત્યારબાદ 2023 ડબલ સાથે તે 5000 કરવામાં આવી હાલમાં આ જંત્રી 47000 થયેલ છે. એટલે કે વર્ષ 2022 મા જે જંત્રી હતી તેના કરતાં 18 ગણી અને 2022 ની સરખામણીમાં 9.40 ગણી વધારો કરવામાં આવેલ છે એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાની પાસે 1000 એક હજાર મીટરનો પ્લોટ 2023 માં ખરીદેલ હોય અને 2025 માં ખરીદ-વેચાણ થાય તો 4 કરોડ 70 લાખ વાઈટના જોઈશે તેના ઉપર 1% ટકો ટીડીએસ ભરવાનો થશે અને 24 લાખ જેટલી સ્ટેમ્પ ડ્યૂટિ ભરવાની થાઈ અને જ્યારે વેચનારને 50 લાખનો પહેલો દસ્તાવેજ અને હાલના 4 કરોડ 70 લાખ બાદ કરતા 4 કરોડ 20 લાખ ઉપર કેપિટલ ગેઈન 12.5 ટકા મુજબ 52,50,000 ભરવાનો થશે જેથી કરીને કોઈ પણ રોકાણકારને પોતાના નફામાંથી આટલો ટેક્ષ+વાઈટની મૂડી+સ્ટેમ્પ ડયૂટિ ભરે અને તેના ઉપર કોઈ મિલકત બનાવે તો ઉપરોકત તમામ રકમ ઉમેરવાથી મિલકત આપોઆપ મોંઘી થશે જેનો માર નાના માણસો ઉપર વિશેષ પડશે. જેથી સરકાર ની એફોર્ડેબલ મકાન આપવાની યોજના સાથે સુસંગત નહીં રહે. ઉપરોક્ત ઉદાહરણ દ્વારા એક બાબત સ્પષ્ટ થાય કે આટલી બધી સ્ટેમ્પ ડ્યુટી અને કેપિટલ ગેઈન ભરવાના કારણોસર કોઈપણ રોકાણકાર જ્યાં સુધી મિલકતમાં ભાવ વધારો ઉપરોકત કરેલ ખર્ચ મુજબ ના થાઈ ત્યાં સુધી વેચાણ ન કરે અને તે કારણોસર એક જ મિલકત ટર્નઓવર જે હાલમાં થાઈ છે તે અટકી જાય અને તે કારણોસર સરકારને એક વખત સ્ટેમ્પ ડયુટી વધારે મળી જશે પરંતુ ટર્નઓવર ન થતાં સ્ટેમ્પ ડયુટી ઘટશે લોકોને રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવામાં નિરાશા આવશે અને લોકો શેર બજાર અને ગોલ્ડ તરફ રોકાણ કરવામાં ડાયવર્ટ થાય તો રિઅલ એસ્ટેટ જે મોટા પાય રોજગારી પૂરી પાડે છે તેમાં પણ મોટી અસર પડે તેમ છે એટલે કે રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા બ્રોકરો વકીલો, આર્કિટેક્ટ, કોન્ટ્રાકટર, બિલ્ડરોને ને મોટા પાયે અસર પડે તેમ છે. આમ ઉપરોક્ત તમામ બાબતને ધ્યાનમાં લઈને જંત્રીનો આટલા વધારાની અસર જોઈએ તો રિઅલ એસ્ટેટમાં ચારથી પાંચ વર્ષના ગાળા સુધી મંદી આવવાની શક્યતા હોય તેમજ 30 થી 40% નો ભાવ વધારો આવે તે કારણોસર નાના માણસો મિલકત ન લઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અને હજુ વર્ષ 2023 માં જંત્રીમાં બે ગણો વધારો કર્યા બાદ આટલો મોટો વધારો કરવો વ્યાજબી ન હોય. રોજગારી, રોકાણકારો અને નાના માણસોને અસર કરે તેમ હોય. વ્યાપક જનહિતને તેમજ મધ્યમ અને નાના માણસો પ્રત્યે સંવેદના દાખવી પુખ્ત વિચારણા કર્યા બાદ જંત્રી અમલમાં મુકવા રાજકોટ રેવન્યું બાર એસો. દ્વારા માંગ કરવામાં આવી.

રાજ્ય સરકારે રિયલ એસ્ટેટની સાનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખી દર વર્ષે વધારો કરે તે યોગ્ય છે
રિયલ એસ્ટેટની સાનુકૂળ પરિસ્થિતિ અને રાજ્યની પરિસ્થિતિ મુજબ દર વર્ષે વધારો કરવો, કેપિટલ ગેઇન 12.5% છે તે પ% કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરવી, સ્ટેમ્પ ડ્યુટી 1% અને રજિસ્ટ્રેશન ફી 1% કરવી અન્ય રાજ્યોમાં પણ સ્ટેમ્પ ડ્યુટીનો દર ગુજરાતની સરખામણીમાં ઓછો છે, સુચિત જંત્રીમાં નીચે મુજબ અમલ કરવો. વર્ષ-2025માં 50% જંત્રી વધારવી, વર્ષ-2026માં 65% જંત્રી વધારવી, વર્ષ-2027માં 80% જંત્રી વધારવી, વર્ષ-2028માં 90% જંત્રી વધારવી, વર્ષ-2029માં 100% જંત્રી વધારવી, મિલકતના ઘસારાનો દર 2.5% કરવો, હાલમાં લોકેશન મુજબ જંત્રી સાયન્ટિફિ બનાવવી, કૌટુંબિક વહેચણી અને લોહીના સંબંધોમાં બક્ષિશ તથા વેચાણના કિસ્સામાં 0.25% સ્ટેમ્પ ડ્યુટી રાખવી, ખેતીની જમીનની કૌટુંબિક વહેચણી, હક્ક, કમી રજિસ્ટર દસ્તાવેજથી થાય તેવી પદ્ધત્તિ અમલમાં મુકવી, બાંધકામના જે ભાવ ગુજરાત સરકાર ટેન્ડરમાં આપે છે તે મુજબ જાણી સુચિત જંત્રીમાં દાખલ કરવા, જંત્રીની મિટિંગમાં એસોસિયેશનના હોદ્દેદારોને રૂબરૂ સાંભળવા, વાંધા-સૂચનો માટે 31 માર્ચ સુધીનો સમય આપવો, એન.એ. પ્રીમિયમનો રેટ જંત્રીના 10% કરવા, 100 મિટરથી નાના મકાનો અને ફલેટો ઓછુ ક્ષેત્રફળ ધરાવતા મકાનમાં 20%થી ઓછી જંત્રી લેવી, જંત્રી રેટ ફલેટ, દુકાન વિગેરેમાં કાર્પેટ એરિયા ઉપર આપવી, વાંધા અરજી ઓનલાઇન સાથે ઓફલાઇન પણ સ્વિકારવી, સ્લમ એરિયામાં જંત્રીમાં 30%થી ઓછો દર લેવો, સુચિત જંત્રી વધવાથી થતી અસરો વિશે ગહન અભ્યાસ કર્યા બાદ ફાઇનલ જંત્રી અમલમાં મુકવી, જંત્રી વધારો સમયાંતરે થાય તો હાલમાં થયેલા સોદા અને વહિવટમાં વિવાદ નહીં થાય તેમજ કોર્ટ પર પણ કેસનું ભારણ ઓછું આવશે, બજાર ભાવથી વધારે જંત્રીદર હોય ત્યાં સમિક્ષા કરવી, દુકાનમાં, ઓફિસમાં રોડ ફ્રંટેજ જેવા પરિબળોને ધ્યાને લઇ તે મુજબ તાર્કિક જંત્રી આપવી, લાગુ ગામોની જંત્રીમાં મોટો તફાવત હોય તે બાબતની સમિક્ષા કરવી, હાઇરાઇઝ-લોરાઇઝ તથા ફલોર મુજબ એ.એસ.આર.ની ટકાવારી મુજબ ભાવ લેવો, પ્રથમ માળે ફલેટના ભાવો ઓછા હોય છે તે મુજબ જંત્રીદર રાખવા સમિક્ષા કરવી, પાર્કિંગવાળા મકાનમાં બાંધકામના ક્ષેત્રફળમાં પાર્કિંગનું ક્ષેત્રફળ ધ્યાનમાં ન લેવું જેથી પાર્કિંગવાળા મકાનને પ્રોત્સાહન મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર