પોથિયાત્રામાં ભક્તિસભર સંગીત, નયનરમ્ય રંગોળી-ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રધ્ધાળુઓ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરશે : રાજકોટ ‘જય જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠશે
સ્કાઉટ ગાઈડના 20 બહેનો મશાલ તેમજ એન.સી.સી.ના અને એન.એસ.એસ.ના 20 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાનો પ્રારંભ કરશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની આબેહૂબ થીમ રજુ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કરશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલી પોથીયાત્રાની ટીમે આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ: સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે.
આ વૈશ્ર્વિક રામક્થાની શરૂઆત પૂર્વે કાલે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8:30 વાગ્યે વિરાણી હાઈસ્કુલ,ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો.યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે. આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભકત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. સાથે ડી.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો, અલગ-અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપશે સાથોસાથ હાથી, ખૂલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામ સ્વરૂપ, દેવી-દેવતાઓ સ્વરૂપ, મીકકી માઉસ લોન સાથે વિશાળ ભકતવૃંદ આ પોથીયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરશે.ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રધ્ધાળુઓ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરશે અને સર્વત્ર ‘જય જય શ્રી રામ’ નો નાદ ગુંજી ઉઠશે અને સ્કાઉટ ગાઈડના 25 બહેનો મશાલ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે, સાથે એન.સી.સી.ની 25 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે જેના ક્ધવીનર ભરતભાઈ પરમાર રહેશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજુ કરશે. ત્યારે આ પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રધ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. ત્યારે આ પોથીયાત્રાના આયોજન માટે પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજજર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાળીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા, સહિતના કાર્યરત છે. તેમ આઝાદ સંદેશની મુલાકાતમાં જણાવ્યું હતું.