મંગળવાર, ડિસેમ્બર 3, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધ્રોલના જાયવા પાસે બોલેરોચાલકે એક્ટિવાને હડફેટે લેતાં દંપતી અને 4 વર્ષની પુત્રીનું...

ધ્રોલના જાયવા પાસે બોલેરોચાલકે એક્ટિવાને હડફેટે લેતાં દંપતી અને 4 વર્ષની પુત્રીનું મોત

મૂળ ધ્રોલ તાલુકાના ભેસદડ ગામના વતની અને હાલ વાપીના ચણોદ ગામે સ્થાયી થયેલા સંજયભાઇ ચોટલિયા (ઉ.વ.37) એક્ટિવા ઉપર વતન આવતા હોય ત્યારનો બનાવ : દંપતીનું ઘટનાસ્થળે અને પુત્રીએ સારવારમાં દમ તોડ્યો : ધ્રોલ પોલીસે હાથ ધરી વધુ તપાસ

(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગર-રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રક્તરંજીત બન્યો છે. જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ પાસે બોલેરોની ઠોકરે એક્ટીવા સ્કૂટર ચડી જતા સ્કૂટર ચાલક ભેંસદડ ગામના વતની એવા દંપતિ અને તેની ચાર વર્ષની બાળકી એમ ત્રણેયના મોત નીપજતા ભારે અરેરાટી પ્રસરી છે. વાપીથી પોતાના વતન ભેંસદડ ગામે એક્ટીવામાં આવતી વખતે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડયો હતો. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી વાપી વિસ્તારમાં સ્થાયી થયેલા સંજયભાઇ રમેશભાઇ ચોટલીયા (ઉ.37) કે જે પોતાના પત્ની ઇનાબેન ચોટલીયા (ઉ.36) તથા તેમની ચાર વર્ષની પુત્રી નીષ્ઠાને એક્ટીવા સ્કૂટરમાં બેસાડીને વાપીથી પોતાના વતન ભેંસદડ ગામે આવી રહ્યા હતા. જે દરમિયાન આજે સવારે 8-30 વાગ્યાના અરસામાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવી રહેલી બોલેરાના ચાલકે એક્ટીવા સ્કૂટરને ઠોકરે ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંજયભાઇ અને તેમના પત્ની ઇનાબેન તથા પુત્રી નીષ્ઠા ત્રણેય ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બન્યા હતા અને બોલેરો ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને ભાગી છુટયો હતો. આ બનાવ સમયે ત્યાંથી પસાર થનાર અન્ય વાહન ચાલકો વગેરેએ સ્થળ પર ઉભા રહીને તાત્કાલીક અસરથી 108ની ટુકડીને બોલાવતા ત્રણેયને વધુ સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે સંજયભાઇ અને તેમના પત્ની ઇનાબેન બંન્નેએ માર્ગમાં જ દમ તોડી દીધો હતો અને હોસ્પિટલે માત્ર તેઓના મૃતદેહને જ પહોંચ્યા હતા. જ્યારે ચાર વર્ષની પુત્રી નીષ્ઠા, કે જે પણ ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બની હતી અને તેની સારવાર શરૂ કરાય તે પહેલા તેણી સરકારી હોસ્પિટલના બીછાને મૃત્યુ પામી હતી. જેથી આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણેય વ્યક્તિના મૃત્યુ નીપજતા ભારે અરેરાટી વ્યાપી હતી. આ અકસ્માતના બનાવની જાણ ભેંસદડ ગામમાં રહેતા મૃતક સંજયભાઇના કુટુંબી કાકા રાજેશભાઇ મેઘજીભાઇ ચોટલીયાએ ધ્રોલ પોલીસને કરતા ધ્રોલના પીઆઇ એચ.વી.રાઠોડ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ત્રણેયના મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યું છે. જ્યારે રાજેશભાઇ ચોટલીયાની ફરિયાદના આધારે આ ગોઝારો અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંઘ્યો છે અને માર્ગ પર રેઢી પડેલ બોલેરો કબજે કરી તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર