ગુરુવાર, નવેમ્બર 14, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનાગરિક બેંક ચૂંટણી : સંસ્કાર પેનલના કલ્પક મણિઆર સહિતના ઉમેદવારોના ફોર્મ રદ...

નાગરિક બેંક ચૂંટણી : સંસ્કાર પેનલના કલ્પક મણિઆર સહિતના ઉમેદવારોના ફોર્મ રદ થયાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાશે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં નાગરિક બેંકની ચૂંટણી એક બાજુ પ્રતિષ્ઠાનો સવાલ બની છે ત્યારે હવે શનિવારે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિતના 3 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવતા તેઓ ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમા ઘા નાંખશે તેવું જાણવા મળી રહ્યું છે. સંસ્કાર પેનલના કલ્પક મણિઆર, મીહીર મણિઆર અને હિમાંશુ ચિનોઈના ઉમેદવારી પત્રો અન્ય સહકારી બેંકમા મેમ્બરશિપ હોવાને કારણે રદ કરવામાં આવ્યા છે.
આ અંગે ‘સંસ્કાર’ પરિવાર ના કો- ઓરડિનેટર વિબોધ દોષીએ જાહેર કર્યું છે કે હાઈકોર્ટના સીનીયર એડવોકેટના કાનૂની માર્ગ દર્શન મુજબ અમોએ ગુજરાત હાઈકોર્ટમા કાયદાકીય ન્યાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. અમો અમારા તજજ્ઞ એડવોકેટો મારફત હાઈકોર્ટમા પીટીશન દાખલ કરવા માટે આગળ વધી રહયાં છીએ. નાગરિક બેંક કૌભાંડ મુક્ત બને તે માટે ના અનેક મોરચા માહેથી ચૂંટણીમા ભાગ લેવાની પણ અમારી જવાબદારી છે જે અમો બજાવી રહેલ છીએ. અમારે માલ-મેવા નથી જોઈતા પરંતુ બેહાલની સેવા કરવાનું જોઈએ છે. બેન્કને ખોટા કે મોટા સંચાલકોની નહી પરંતુ સાચા લોકોની જરૂર છે.
રાજકોટ નાગરિક બેંકના હાલના ઇલેક્શનમાં અમારું મક્કમ વલણ છે કે નૈતિક સંસ્કારોના સિદ્ધાંત પર ચાલે તેવા ઉમેદવારોની જરૂર છે. 41 ઉમેદવારોના ફોર્મ માન્ય રહે છે તેમાંથી અમારી સંસ્કાર પેનલના 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે અને 4 ઉમેદવારોના ફોર્મ ડબલ મેમ્બરશિપ’ના કારણસર રદ કરવામાં આવ્યા છે. સંસ્કાર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવશે. સંસ્કાર પેનલના ઉમેદવારોને ફક્ત તેમની બીજી બેંકોમાં મેમ્બરશિપ ધરાવતા હોવાનું કારણ બતાવીને રદ કરાયા છે.
હરીફ પેનલ દ્વારા ધાકધમકીથી અમારાં ફોર્મ રદ કરાવવા નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. આના કારણે તે સ્પષ્ટ થાય છે કે આ ઇલેક્શન હરીફ જુથની પછાત માનસિકતા અને સત્તાની નીતિ છે. સંસ્કાર પેનલ – “વિના સંસ્કાર નહીં સહકાર’ સ્લોગન ને ચરિતાર્થ કરે છે. સંસ્કાર પેનલના ચાર લોકોના ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ડબલ મેમ્બરશિપ દર્શાવી છે.
સંસ્કાર પેનલના 2 ઉમેદવાર જયંતભાઈ ધોળકિયા અને કાળુમામાના ફોર્મ રદ કરાવવાની મહેનત-પ્રયાસો નિષ્ફળ ગયેલ છે. ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે અમારા માટે તેવી કોઈ મોટી ઘટના નથી. અમો અમારા અંતિમ લક્ષ્યથી વિચલિત થયા વગર બેંકને બચાવવા માટે સંકલ્પબધ્ધ છીએ. અગાઉના દાયકાઓમાં જે રીતે બેન્કિંગ રુલ્સ એન્ડ રેગ્યુલેશન અચૂક પાલન, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની તમામ સુચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્કની તમામ નિતી-રીતીનો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયોમાં હર હંમેશ બેન્કના હિતની સર્વોપરીતા, નાના અને મધ્યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે અમારા મૂળભૂત ઉદેશો તેમજ લક્ષ્યો છે.
ચૂંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઇકોર્ટમાં બેંકના કોભાંડો વિરુદ્ધ કાનૂની જંગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત તમામ સરકારી એજન્સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્ય વાતની રજૂઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેંકમાં નવા ચૂંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સમક્ષ ભારપૂર્વકની રજૂઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેશું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર