શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગોંડલમાં માર્કેટયાર્ડ પાછળ ઉર્જા સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.46 હજારની ચોરી

ગોંડલમાં માર્કેટયાર્ડ પાછળ ઉર્જા સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.46 હજારની ચોરી

ભાડે રહેતા પ્રતાપભાઈ ગોહેલ (ઉ.વ.64) મકાન બંધ કરી પોતાના મકાનમાં સુવા ગયા ત્યારે પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલમાં માર્કેટયાર્ડ પાછળ ઉર્જા સોસાયટીમાં ત્રણ માસ પૂર્વે ઘરધણી ભાડાનું મકાન બંધ કરી પોતાના મકાનમાં સુવા ગયાં અને ત્રાટકેલા તસ્કરો રૂ.46400 ની મતા ઉસેડી નાસી છૂટતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, ઉર્જા સોસાયટીમાં રહેતાં પ્રતાપભાઈ છગનભાઇ ગોહેલ (ઉ.વ.64) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે અને સંતાનમાં બે પુત્ર છે, જે તેમનાથી અલગ રહે છે. તેઓએ હાલ જે ભાડાના મકાનમાં રહેતાં તેની સામે જ પોતાનું મકાન ખરીદ્યું હતું. ગઈ તા.18-06 ના રાતના સમયે તેમની પત્ની સાથે ભાડાના મકાનને લોક કરી સામે જ આવેલાં પોતાના મકાનની અગાસી પર સુવા માટે ગયાં હતાં. દરમિયાન મોડી રાત્રીના સમયે લોકોના અવાજ આવતાં દંપતી જાગી ગયું હતું અને 15 થી 20 લોકો તેમના ઘર પાસે ઊભાં હતાં અને તેઓએ પૂછ્યું કે, આ મકાન કોનું છે, જેથી ફરિયાદીએ પોતાનું મકાન હોવાનું કહેતાં તેઓએ મકાનના તાળા તૂટેલ છે જણાવતાં દંપતી દોડી આવ્યું હતું.
તેઓએ મકાનમાં જઈ તપાસ કરતાં માલસામાન વેરવિખેર પડ્યો હતો. તેમજ રૂમમાં રહેલ લોખંડના કબાટના તાળા તોડી તેમાં રહેલ લોકર ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના રૂ.31400 અને રોકડ રૂ.15 હજાર મળી કુલ રૂ.46400 નો મુદામાલ ઘરમાં ઘુસેલા અજાણ્યાં તસ્કરો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વિ.એન.જાડેજા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર