શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવીંછિયાના ફુલઝર ગામે રસ્તા બાબતે માથાકૂટ કરી માતા અને પુત્ર ઉપર કૌટુંબિક...

વીંછિયાના ફુલઝર ગામે રસ્તા બાબતે માથાકૂટ કરી માતા અને પુત્ર ઉપર કૌટુંબિક સગા અને તેના પરિવારનો હુમલો

(આઝાદ સંદેશ), રાજકોટ : વીંછિયાના ફુલઝર ગામમાં રસ્તા મામલે માતા-પુત્ર પર કૌટુંબિક સગા અને તેના પરીવારે હિંચકારો હુમલો કરતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે બે મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, ફુલઝર ગામે રહેતાં રાજેશભાઈ અજુભાઈ ડેરવાળી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૌટુંબિક સગા મનસુખ શીવા ડેરવાળીયા, કલ્પેશ મનસુખ ડેરવાળીયા, અશ્વિન મનસુખ ડેરવાળીયા, હંસાબેન મનસુખ ડેરવાળીયા, મનીષાબેન અશ્વિન ડેરવાળીયા (રહે. તમામ ફુલઝર) નું નામ આપતાં જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં રાજેશે જણાવ્યું હતું કે, તે છુટક મજુરી કામ કરે છે.
ગઇ તા 18 ના સવારના નવેક વાગ્યે તે તેમના ખેતરમાં દવાનુ કામ કરતો હતો અને તેમના બા રંભાબેન વાડીના મકાને હાજર હતાં ત્યારે મકાનની બાજુમા બોલાચાલી અને ઝઘડો થતો હોય જેથી તેઓ મકાને ગયેલ તો મોટા મા હંસાબેન અને તેના દિકરાની વહુ મનિષાબેન ફરિયાદીના બા સાથે રસ્તા બાબતે બોલાચાલી કરી ગાળો બોલતા હોય અને ઝપાજપી કરી ઢીકાપાટુનો માર મારી પાડી દીધેલ હતાં. તેમને શરીરના ભાગે મુંઢ ઇજા થયેલ હતી.
દરમિયાન તેમના મોટાબાપુ મનસુખભાઇ તેનો દિકરો કલ્પેશ, અશ્વિન ઘસી આવેલ અને માથાકુટ કરી ગાળો આપવા લાગેલ હતાં. ત્રણેય બાપ દિકરાએ તેમને ઢીકાપાટુનો મારમારી પાડી દીધેલ અને ત્રણેયના હાથમા રહેલ આવળના લાકડાથી મારવા લાગેલ અને એક ઘા માથાના ભાગે લાગી ગયેલ હતો. દરમિયાન અન્ય લોકો દોડી આવતા આરોપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં જસદણ સરકારી હોસ્પિટલમા ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર