ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતખેડા એસપી કચેરીનો ASI રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયો

ખેડા એસપી કચેરીનો ASI રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયો

નડિયાદ : નડિયાદ ખાતે આવેલ ખેડા જિલ્લા પોલીસવડાની કચેરીમાં ફરજ બજાવતા ASI રૂ.5 લાખની લાંચ લેતા એસીબીની ઝપટે ચડી ગયા છે. પોલીસકર્મીએ NRI યુવકનો વિદેશમાં પાસપોર્ટ ખોવાઈ ગયો હોય તેના માટે સર્ટિફિકેટ કાઢી આપવા બાબતે રૂ.40 લાખની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે રૂ.5 લાખમાં નક્કી થયું હતું. જે રકમ સ્વીકાર કરતા એસીબીએ ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદી જાગૃત નાગરિકનો દીકરો ઘણા વર્ષોથી અમેરીકા રહે છે. ત્યાં તેમનો પાસપોર્ટ ગુમ થઇ ગયેલ હોઇ નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી. દરમિયાન અમેરીકાની ભારતીય એમ્બેસીમાંથી અહી ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે ઈન્કવાયરી આવેલ હતી. તે અંગેનું સર્ટિફિકેટ ફરીયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે આવેલ LIB વિભાગમાં ફરજ બજાવતા અનાર્મ ASI ભરતગીરી ઈશ્વરગીરી ગૌસ્વામીએ ફરિયાદી પાસે પ્રથમ રૂ.40લાખની માંગણી કરેલ હતી અને રકઝકના અંતે રૂ.5 લાખ આપવાનો વાયદો થયેલ હતો.

પરંતુ ફરીયાદી લાંચના નાણા આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને છટકા દરમ્યાન આરોપી પોલીસકર્મી ભરતગીરી ફરિયાદીના ઘરે સ્ટેશન રોડ, લાલના કુવા પાસે ઉત્તરસંડા ખાતે આવી આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચનાં નાણાં માંગી સ્વીકાર કરતા હોય ત્યારે જ એસીબીની ટીમ ત્રાટકી હતી. જેણે ભરતગીરીને રંગેહાથ ઝડપી લીધેલો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર