મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગાંધીનગરના દેહગામની મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના 8 યુવાનોના કરૂણ...

ગાંધીનગરના દેહગામની મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના 8 યુવાનોના કરૂણ મોત

વાસણા સોગઠી ગામેથી ગણેશ વિસર્જનની શોભાયાત્રા બાદ નદી કાંઠે પહોંચતા જ ન્હાવા પડેલા યુવકો ડૂબતા બચાવવા ગયેલા પણ ગરકાવ થયા

(આઝાદ સંદેશ),રાજકોટ: દહેગામ તાલુકામાં પસાર થતી મેશ્ર્વો નદીમાં વાસણા સોગઠી ગામના 8 યુવકો ડુબી જતા મોત થતા શોકનો માહોલ છવાયો છે. ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન વરઘોડો મેશ્ર્વો નદીએ પહોંચે તે પહેલા કરૂણાંતિકા સર્જાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. અત્યાર સુધી આઠ જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકો પણ ડુબ્યા હોવાની આશંકા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ ચાલુ છે. એક જ ગામના અને એક જ ફળીયાના આઠ આશાસ્પદ યુવાનોના મોતથી માતમ છવાયો છે.
મળતી માહિતી મુજબ દહેગામના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન બપોરે બે વાગ્યે ગણપતિનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો ગામ નજીક આવેલી મેશ્ર્વો નદી સુધી યોજાયો હતો. વરઘોડામાં જોડાયેલા આ યુવક આગળ નીકળી પહેલા નદી પહોંચ્યા હતા તે પૈકી એક યુવક નદીમાં ન્હાવા ગયો હતો. ત્યારે તે ડુુબવા લાગ્યો હતો એ યુવકને બચાવવા માટે અન્ય યુવકો એક પછી એક લોકો નદીમાં પડયા હતા અને ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને સ્વજનોના મૃતદેહ જોઇને પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો. તમામ મૃતક યુવાનો એક જ ગામના અને એક જ ફળીયાના હોવાનું સામે આવ્યું છે. તમામ યુવકોના મૃતદેહને દહેગામ સીએચસી સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં (1) સોલંકી વિજયજી હાલુસિંહ (ઉ.30) વાઘાવન, કપડવંજ, (2) ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (ઉ.19) વાસણા સોગઠી, દહેગામ, (3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (ઉ.18) વાસણા સોગઠી, દહેગામ, (4) ચૌહાણ મુન્નાભાઇ દિલીપસિંહ (ઉ.23) વાસણા સોગઠી, દહેગામ, (5) ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (ઉ.28) વાસણા સોગઠી, દહેગામ, (6) ચૌહાણ પ્રવિણ દલપતસિંહ (ઉ.20) વાસણા સોગઠી, દહેગામ, (7) ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (ઉ.17) વાસણા સોગઠી, દહેગામ, (8) ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (ઉ.17) વાસણા સોગઠી, દહેગામનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર