રાજ્યમાં અવારનવાર અકસ્માતો બનતા રહે છે. ગુજરાતમાં ફરી એકવાર દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ચોટીલા પાસે બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. જેમાં 16 મુસાફરો ઘાયલ થયા હતા અને 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લીમડીના શિયાણી ગામના લોકો કૌટુંબિક કામ અર્થે સોમનાથ જતા હતા. ત્યારે અકસ્માત થયો હતો.
Read: નાસાએ સુનિતા વિલિયમ્સ માટે ‘બચાવ મિશન’ શરૂ કર્યું, રશિયન કાર્ગો અવકાશયાન પ્રસ્થાન
ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં કારની અડફેટે વૃદ્ધનું મોત બીજી તરફ અમડવાના ચાંદખેડામાં કારની ટક્કરે એક વૃધ્ધનું મોત થયું હતું. ચાલકે સ્કૂટર ચાલકને ટક્કર મારી, અકસ્માત બાદ ચાલક વૃધ્ધાને સારવાર માટે લઇ ગયો, વૃધ્ધને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ચાલક ફરાર થઇ ગયો. જોકે, પોલીસે કારચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.