ભાવનગરના તળાજા નજીક લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 6 વ્યક્તિના મોત નીપજ્યા જ્યારે 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. વહેલી સવારે ભાવનગર નેશનલ હાઇવેના ત્રાપજ નજીક અકસ્માત થયો. આજે વહેલી સવારે મારુતિ ટ્રાવેલ્સની બસ અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો.
ભાવનગરઃ ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6ના મોત થયા છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. વહેલી સવારે ત્રાપજ બાય પાસ પર બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 ના મોત થયા છે. બાકીના ઇજાગ્રસ્તોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે