બુધવાર, ફેબ્રુવારી 4, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરૂ. 6 કરોડના ખર્ચે રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન, 18 મહિનામાં...

રૂ. 6 કરોડના ખર્ચે રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન, 18 મહિનામાં મળશે નવું રૂપ

રાજકોટની શાન અને ઐતિહાસિક ઓળખ સમાન ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા સ્વરૂપમાં જોવા મળશે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ ઐતિહાસિક માર્કેટના સંરક્ષણ અને વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. માર્કેટના સંપૂર્ણ રિનોવેશન માટે મનપા દ્વારા અંદાજે રૂ. 6 કરોડથી વધુ (જીએસટી સહિત)ના ખર્ચે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

મનપાની યોજના મુજબ આ રિનોવેશન દરમિયાન માર્કેટનો મૂળ હેરિટેજ લુક જાળવી રાખવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી સાથે રેટ્રો ફિટિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે, જેથી માળખાની મજબૂતી વધે અને સાથે સાથે ઐતિહાસિક શૈલી પણ અખંડિત રહે. રિનોવેશન બાદ માર્કેટમાં કુલ 148 શાકભાજીના થડા, 22 પાકી દુકાનો તેમજ આશરે 20 વખાર (સ્ટોરેજ રૂમ) બનાવવામાં આવશે.

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજુર થયેલું પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા પછી કામગીરી શરૂ થશે. મનપાની ધારણા મુજબ રિનોવેશનનું કામ પૂર્ણ થવામાં આશરે 18 મહિનાનો સમય લાગશે. કામ પૂર્ણ થયા બાદ વેપારીઓ તેમજ નાગરિકોને પોતાની જૂની અને જાણીતી લાખાજીરાજ શાક માર્કેટ એકદમ નવા રંગરૂપમાં, આધુનિક સુવિધાઓ સાથે જોવા મળશે.

આ રિનોવેશનથી શહેરની ઐતિહાસિક ધરોહરને નવી જિંદગી મળશે, સાથે જ વ્યવસાયિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે અને રાજકોટના હેરિટેજ પર્યટનને વધુ પ્રોત્સાહન મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર