શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચાઇનીઝ લસણનો વિરોધ : રાજકોટ સહિત રાજ્યભરમાં હરરાજી બંધ રહી

ચાઇનીઝ લસણનો વિરોધ : રાજકોટ સહિત રાજ્યભરમાં હરરાજી બંધ રહી

ગોંડલમાં મળી આવેલાં ચાઇનાના લસણનાં જથ્થા અંગે જાણવા જોગ નોંધાય છે ત્યારે આ પ્રકરણનો રાજ્યભરમાં પુર જોશથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય રાજકોટમાં પણ હરરાજી બંધ રખાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: પ્રતિબંધ હોવા છતાં ચીન દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવતા હલકી ગુણવત્તાના લસણના વિરોધમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહીત દેશભરમાં લસણના વેપારીઓ માર્કેટીંગ યાર્ડના લસણની હરરાજીથી વિમુખ રહ્યા છે. લસણના વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી મોટી માત્રામાં ચાઇનાના લસણનો જથ્થો પકડાયો હતો. જેમાં દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. ભારતના લસણની ગુણવત્તા ખુબ જ સારી છે જેની સામે ચાઇનાના લસણની ક્વોલીટી ખુબ જ નબળી હોય ભારતમાં ચાઇનાના લસણના વેચાણ પર પ્રતિબંધ છે. છતા અન્ય દેશો મારફત ચાઇના દ્વારા ભારતમાં લસણ ઘુસાડવામાં આવે છે. જે સંપુર્ણપણે બંધ થવું જોઇએ તેવી વેપારીઓની માંગણી છે. આજે સૌરાષ્ટ્રના 27 માર્કેટીંગ યાર્ડના લસણના 200થી વધુ વેપારીઓ સાથે દેશભરના લસણના વેપારીઓ આજે લસણનો વેપાર બંધ રાખ્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં આજે લસણની હરરાજી બંધ રાખવામાં આવી હતી. ગઇકાલ જે લસણના વેપારીઓએ હડતાલની જાહેરાત કરી દીધી હોય આજે મોટાભાગના યાર્ડમાં કોઇ ખેડૂત લસણ લઇને આવ્યા ન હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર